________________
૩૮૯
પત્રાંક-૭૧૪ નોકર્મનું, જે નવ કરે પણ માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે.
મુમુક્ષુ :- ૭૫ ગાથા. પૂજ્ય ભાઈશ્રી :- ૭૫ છે. ૭પમાં આવે છે ને ?
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય ?” આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જ્ઞાનીને ઓળખવાની આપણે બહુ ચર્ચા ચાલી હતી. આ એ વિષય ઉપર ‘સમયસારનું સૂત્ર મળે છે. આમાં સીધું આચાર્યદેવનું સૂત્ર મળે છે. “થમાત્મા જ્ઞાનીપૂતો નસ્થત રૂતિ વે-' “નક્યત’ એટલે લક્ષ્યમાં આવે, ઓળખાય. આત્મા જ્ઞાની થયો છે એ કેમ ઓળખાય ? એમ કહે છે. તો કહે છે, “મસ ય પરિણામ જોહમ્મસ ય તહેવ પરિપમા’ કર્મના પરિણામ અને નોકર્મના પરિણામ. “ કરે યમાહા જે આત્મા તે કરતો નથી. એટલે અપ્રયત્નદશામાં વર્તે છે. પ્રયત્નદશામાં ન વર્તે. કર્મનો ઉદય આવે અને સંયોગ અવળાવળા થાય, જે પ્રયત્નદશામાં ન વર્તે, અપ્રયત્નદશામાં વર્તે. એવું “યો નાનાતિ’ અને માત્ર જે જ્ઞાતા રહે. “ મવતિ જ્ઞાની તેને જ જ્ઞાની સમજવો. તે જ જ્ઞાની છે. આ સીધો ઉત્તર આપ્યો છે. “સો વહિ પાળી' “ રેડ્ડ માવા નો નહિ તો હવે તે જ જ્ઞાની છે. મુમુક્ષુ :- ૧૯મી ગાથા અજ્ઞાનીની છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. ૧૯મી અજ્ઞાનીની છે. એ આનાથી સીધી જ વિપરીત છે. અજ્ઞાનીની વ્યાખ્યા શું ? કે કર્મ અને નોકર્મના પરિણામની અંદર જે પરિણમી જાય છે. નોકર્મ-કર્મે “હું, હુંમાં વળી કર્મ ને નોકર્મ છે'. મારો ઉદય આવ્યો. મારામાં ઉદય આવ્યો અને હું એમાં ચાલ્યો ગયો. એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે” એ સામે સામે બેય ગાથા છે. બરાબર. અમુક ગાથાઓ એવી છે કે સીધે સીધી જ પ્રશ્નનો જવાબ મળે એવું છે. પોતે વ્યાપતો નથી માટે કરતો નથી. વ્યાપી શકતો નથી માટે કરી શકતો નથી. અને તેથી માત્ર એ પરિણામના જ્ઞાનને પોતે તો પોતાના પરિણામરૂપી જ્ઞાનકર્મને કરતો થકો પોતાના આત્માને જાણે છે. અને તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. એ ટીકાની અંદર સ્પષ્ટીકરણ છે.