________________
પત્રાંક-૬૯૨
૫૫
૬૯૨. ‘અંબાલાલભાઈ’ ઉપરનો પત્ર છે. પહેલાવહેલા આ પત્રમાં સોભાગભાઈ’ સાથે એમણે સાંપ્રદાયિક વિષય અને એના મતાંત૨ની ચર્ચા પહેલાવહેલી આટલા વર્ષે ઉપાડી છે.
મુમુક્ષુ :-...
પૂજ્ય ભાઈશ્રી :– ‘સોભાગભાઈ’ના આયુષ્યને એક વર્ષ બાકી છે. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ દેહ છોડ્યો છે. અને આ જેઠ વદ ૬નો પત્ર છે. એક વર્ષ પહેલા એમને મળ્યો છે. ત્યારે સંપ્રદાય વિષેની વાત પહેલીવહેલી અહીંયાં શરૂ કરી છે. આ આગળ એમણે કયાંય સંપ્રદાયની વાતમાં એમને લીધા નથી. કોઈ વાત ચર્ચા નથી. એ વાત પછી.... એ વાત પછી... પહેલા સમજવાનું બીજું ઘણું છે એ સમજો. એમ કરીને વાત લે છે.
૬૯૨મો પત્ર છે ‘અંબાલાલભાઈ’ ઉપરનો. દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા...' શું કહે છે ? દુર્લભ એવો મનુષ્યદેહ આ જીવને અનંત વાર પ્રાપ્ત થયો છે. બીજા બધા કરતા ઓછો. ઢોર-ઢાંખરના, પશુ-પક્ષીના દેહ મળ્યા છે એના કરતા ઓછી અનંત વા૨. નારકી અને દેવલોકના અનંત વા૨ ભવ મળ્યા છે એના કરતા ઓછા. પણ છતાં મનુષ્યના પણ અનંત વા૨ ભવ થયા છે. છતાં કંઈ પણ સફળપણું થયું નહીં;...' એ તો પુરાવો છે કે અત્યારે હજી પોતે અહીંયાં પરિભ્રમણમાં ઊભો છે. માટે મનુષ્યદેહનું જે સફળપણું થવું જોઈએ એ પૂર્વે કયારેય એણે સફળતા સાધી નથી. એ વાત નક્કી છે. મનુષ્યદેહમાં સફળતા મોક્ષમાર્ગ અને મોક્ષ અંગેની સફળતાનો અવકાશ બીજી ત્રણ ગતિ કરતા વિશેષપણે છે. એવી જે મનુષ્યગતિ તે અનંત વાર મળ્યા છતાં કોઈવાર પણ હજી એણે સફળતા પ્રાપ્ત કરી નહિ.
પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે,...’ આ ‘અંબાલાલભાઈ’ને પત્ર લખ્યો છે ને. એની જે ભાવના છે એ દૃઢ કરાવી છે. ‘આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા....' ‘અંબાલાલભાઈ’એ એમને ઓળખ્યા હતા અને ‘સોભાગભાઈ'એ એમને ઓળખ્યા હતા, એમ કહી શકાય. કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો છે...' એવા જ્ઞાનીપુરુષ તેને મહાભાગ્ય એવું