________________
૩૭૬
જહૃદય ભાગ-૧૪ ચાહે છે અને મુખ્યપણે વર્તે છે. એટલે બીજાને સત્સંગ મળવાનો જે પ્રસંગ છે એ સાધુદશામાં સૌથી એટલે અવિરતિ અને દેશવિરતિ કરતા ઓછો છે.
સર્વવિરતિ કેટલાંક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં...” ઘણા પ્રતિબંધો છે. એમના બાહ્યાચારને વિષે ઘણા પ્રતિબંધો છે. એનું ઉલ્લંઘન કરીને એ પ્રવર્તી શકે નહિ. જ્યારે દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ...” છે. જ્યારે દેશવિરતિ અને અવિરતિએ માર્ગ જામ્યો છે, માર્ગને દર્શાવી શકે છે, માર્ગને બતાવી શકે છે તોપણ તેની એ જ્ઞાનીપુરુષ છે, ધર્માત્મા છે એની એવી પ્રતીતિ થવી મુશ્કેલ પડે છે. અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. એટલે કે એને ઉપદેશકના સ્થાને જેનમાર્ગમાં બેસવાનો સમાવેશ ઓછો છે. મુખ્ય વાત નથી. - હવે કહે છે કે આવા બધા વિકલ્પ અમને શા માટે ઊઠે છે? માર્ગની ઉન્નતિનો ‘વિકલ્પ અમને શા માટે હવે ઉદ્યો છે? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઈએ ? આત્મસાધન કરવું, આત્મસાધનમાં રહેવું. અને આ બધું આ વિકલ્પો અમારે શમાવી દેવા. આ વિકલ્પોની શું જરૂર છે ? અમારે પણ આ વિકલ્પને શાંત કરીને અમારા સ્વકાર્યમાં લાગી જવું. એવા કેટલાક પ્રશ્નો ઉઠાવીને આ પત્ર અપૂર્ણ દશામાં અહીંયાં સ્થાન પામ્યો છે.
અવિરતિ અને સર્વવિરતિ કરતા દેશવિરતિનું જે સ્થાન છે એ માર્ગની ઉન્નતિ માટે એક મધ્યમકક્ષાનું પણ ઠીક ઠીક સ્થાન-પાત્ર છે. કેમકે એમાં સર્વથા અત્યાગ દશા નથી અને કેટલીક ત્યાગદશાને લીધે જે કોઈ સામાજિક સ્તરના જીવો છે જે અત્યાગમાં, અવિરતિમાં રહ્યા છે તેને માટે એ વિશેષ આદરનું સ્થાન થઈ શકવા યોગ્ય છે. અને તેમ છતાં પણ તે લોકોની મધ્યમાં, લોકોના સમાગમમાં પણ ઠીક ઠીકપણે સાધુદશા કરતા પણ વિશેષપણે તેમનું સ્થાન લોકોની વચ્ચે સંગ કરવાને વિષે એમને એટલો પ્રતિબંધ નથી, જેટલું છઠા-સાતમાં ગુણસ્થાનમાં સાધુને પ્રતિબંધ છે. કેમકે સાધુ નગ્નદશામાં હોવાથી જંગલમાં જ પ્રાયઃ રહે છે. ફક્ત આહાર માટે આવે છે. એ સિવાય વસ્તીમાં રહેતા નથી. અને વસ્તીમાં રહેવું એમને માટે ઉચિત પણ નથી.