________________
૧૦૬
રાજહૃદય ભાગ ૧૪
વર્તમાનમાં જે તરે છે, અને..’ ભવિષ્યમાં જે તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.' એવા ત્રણે કાળના સત્પુરુષોને (નમસ્કાર છે). ભૂતકાળના સત્પુરુષોએ તો આપણા ઉપર ઉપકાર કર્યો નથી. અને ભવિષ્યના ઉપકાર કરશે કે કેમ એ કાંઈ ખબર નથી. કેમકે આપણે જે-તે સત્પુરુષોના જમાનામાં સમકાલીનપણે વિદ્યમાન મનુષ્યપણે હોઈએ તો થાય ને એ તો ? નહિતર તો પ્રશ્ન નથી રહેતો. તો પછી વર્તમાનમાં વિદ્યમાનમાં ઉપકારી હોય એટલાને જ નમસ્કાર કરાય કે બીજાને કરાય ? ભક્તિ તો ત્રણે કાળના સત્પુરુષોની કરવામાં આવે છે. અથવા એક સત્પુરુષની ભક્તિમાં ત્રણે કાળના સત્પુરુષની ભક્તિનો અભિપ્રાય રહેલો છે અને એક સત્પુરુષના અભક્તિના અભિપ્રાયમાં ત્રણે કાળના સત્પુરુષોના અભક્તિનો અભિપ્રાય રહેલો છે. આ સિદ્ધાંત છે. આમાં એકમાંથી કેટલું નીકળે છે ! ત્રણે કાળના સત્પુરુષોને નમસ્કાર કર્યાં !
કોઈને એમ થાય કે એ તો ઉપકારી હોય એને તો આપણે ભક્તિ કરીએ. પણ જેનો ઉપકાર ન થયો હોય એની ભક્તિ કરવાનો કયાં પ્રશ્ન રહે છે ? તને સત્પુરુષના સ્વરૂપની ખબર નથી. એ તારા ઉપર ઉપકાર કરે છે માટે ભક્તિ નથી કરવાની પણ એ મોહ સ્વયંભૂરમણસમુદ્રને ભુજાએ કરીને તર્યા છે એટલા માટે ભક્તિ કરવાની વાત છે. એટલા માટે એનો મહિમા છે. ભક્તિ છે એટલે મહિમા છે એમ કહેવું છે. વિશેષ પત્ર લઈશું...
જિજ્ઞાસા જ્ઞાની ચારિત્રમોહને ટાળવા માટે કેવા પ્રકારે પુરુષાર્થ કરે
છે?
સમાધાન : શાની ચારિત્રમોહને ટાળવા માટે વારંવાર ભેદાનપૂર્વક સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરે છે, જેથી વીતરાગતા અને આત્મસ્થિરતા વધવાથી ચારિત્રમોહ પ્રક્ષીણ થતો જાય છે.
અનુભવ સંજીવની-૧૫૯૭)