________________
પત્રાંક-૬૯૨
- ૫૯ વાંધો નથી. ભાવનાવાળો જીવ છે, સારી ભાવના છે. ખુશીથી આપજો.
શ્રી સદ્ગુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. આ પોતાની ભાવના છે. નિર્ગથ માર્ગ કહ્યો. શ્વેતાંબર, દિગંબર એવો ભેદ પાડ્યા વિના નિગ્રંથ માર્ગ કહી દીધો. બાહ્યાભ્યતર જેને ગ્રંથિ નથી. ચોવીસે પ્રકારના અત્યંતર અને બાહ્ય પરિગ્રહની જેને કોઈ ગ્રંથિ નથી એવો નિગ્રંથ માર્ગ છે એનો મને આશ્રય સદાય રહો. એ તો પોતે “અપૂર્વ અવસર' લખવાના જ છે ને? આગળ જઈને તો અપૂર્વ અવસર લખવાના છે.
મુમુક્ષુ – શ્વેતાંબરમત નીકળ્યો પહેલાં એક જ નામ હતું ? પૂજ્ય ભાઈશ્રી:- હા. એક જ નામ હતું. મુમુક્ષ:-પછી એ દિગંબર પાડવું.
પૂજ્ય ભાઈશ્રી – હા. શ્વેતાંબરની સામે દિગંબર (નામ પડ્યું). બાકી નિગ્રંથ માર્ગ જ કહેવાય. ત્યાં મહાવિદેહની અંદર પણ એમ જ કહેવાય છે, નિગ્રંથ માર્ગ જ કહેવાય છે. ગ્રંથિ નથી એ માર્ગ. આ નિગ્રંથ માર્ગ છે. એમ જ કહેવાય છે.
હવે છેલ્લી આત્મભાવના ધે છે. આ તો બહુપ્રસિદ્ધ સૂત્ર થઈ ગયું એવા એમના વચનો છે. આ જે ૬૯૨ના પત્રનું છેલ્લું વચન છે એ તો સૂત્ર જેવું છે. આત્મ ભાવના માટે એ તો બહુ પ્રસિદ્ધ છે.
હું દેહાદિસ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” સિદ્ધાંત મૂકી દીધો. સૂત્રની જેમ સિદ્ધાંત મૂકી દીધો કે આત્મભાવના ભાવતા કેવળજ્ઞાન પર્વતનું પદસિદ્ધ થાય છે. “આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન.” એ કેવળજ્ઞાન કહો તે અસ્તિથી છે, રાગ-દ્વેષનો ક્ષય થાય તે નાસ્તિથી વાત છે. એક જ વાત છે. એ ભેદજ્ઞાનની વાત છે. એ એક જProcess છે. વિધિનો વિષય ભેદજ્ઞાન છે. •
હું દેહાદિસ્વરૂપ નથી. દેહ અને બીજા કોઈ સંયોગે હું નથી અને જે દેહ અને સ્ત્રી આદિ, પુત્ર આદિ જે કોઈ નજીક દેખાય છે એ કોઈ “મારાં નથી..” એમાં મને મારાપણું લાગતું નથી. સામે ઊભા હોય તો મારા છે એમ લાગતું નથી, એમ દેખાતું નથી, એવી વૃત્તિ આવતી નથી એમ કહે છે.
મુમુક્ષુ – શ્રીમદ્જીને મારા છે એમ લાગતું નથી.