________________
૪૨
રાજહૃદય ભાગ-૧૪
કર્યો છે કે હવે મારે મારું આત્મકલ્યાણ કરી લેવું છે. તો એ કોઈપણ વાત સંમત કરે કે અસંમત કરે એનો દૃષ્ટિકોણ પહેલો એને એ લાગુ કરવો ઘટે છે કે મારા આત્મકલ્યાણને આ માન્ય-અમાન્ય ક૨વામાં, કાંઈપણ ક૨વામાં આવે તો કયુ અનુકૂળ છે ? આત્મકલ્યાણ સાથે કઈ સુસંગતતા છે ? માન્ય કરવું તે સુસંગત છે કે અમાન્ય કરવું તે સુસંગત છે ?
‘ડુંગરભાઈ’એ પ્રશ્નનો ઉત્તર ગમે તે આપ્યો હોય. આપણે ‘ડુંગરભાઈ’ થઈને વિચારીએ. તો શું વિચારવું જોઈએ ? કે અત્યારે નિર્વાણપદ નથી એમ જિનાગમ કહે છે. વેદાંત કહે છે કે નિર્વાણપદ છે. જિનાગમમાં જે વાત લખી છે તે વાત પરંપરાથી ચાલી આવેલી વાત છે કે પરંપરાથી ચાલી આવેલી વાતની સાથે કાંઈપણ ભળેલું છે ? કેમકે એમાં એક ત્રીજી અપેક્ષા રહી જાય છે કે આ ક્ષેત્રથી આ કાળમાં જન્મેલાનો અહીંથી મોક્ષ ન થાય. મૂળ તો એમ વાત છે. અને એ સર્વજ્ઞના જ્ઞાન અનુસાર છે. એ સાધનાના ઉત્કૃષ્ટ પ્રકારો જે છે એ પ્રકારો નિકૃષ્ટ કાળને હિસાબે એવા આત્માઓ આ કાળમાં અહીંયાં જન્મ લઈને કામ કરે એવું લાગતું નથી. પણ છતાં પારમાર્થિક દૃષ્ટિકોણથી એ વાત કોઈ અમાન્ય કરે તે એવા પ્રકારે અમાન્ય કરે. હવે બીજું પડખું વિચારીએ. અને વેદાંત સાથે એનો મત મળતો થઈ જાય તો પારમાર્થિક દૃષ્ટિકોણ હોવો શું ઘટે ?
મારે પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે અને પૂર્ણતાના લક્ષે મારે મારો પુરુષાર્થ ઉપાડવો છે. તેથી મારે શા માટે વિચારવું કે અત્યારે નિર્વાણપદ નથી પમાતો ? અરે..! પુરુષાર્થ કરું તો અત્યારે પમાય. શું કરવા ન પમાય ? એવું જોર મને શા માટે ન આવે ? જ્યારે મારા આત્માની અંદર પરિપૂર્ણ શક્તિ ભરેલી છે, રહેલી છે તો મારે એમ વિચારવામાં શું વાંધો છે ? તો ભલે એ મત જિનાગમ સાથે ન મળતો હોય પણ વેદાંત સાથે મળતો હોય તો એને પારમાર્થિક દોષ નથી લાગતો.
ન
એ પ્રકા૨ ‘શ્રીમદ્જી’નો પોતાનો છે. એમાં ન તો એમણે વેદાંત સાથે સંબંધ રાખ્યો છે, ન તો એમાં એમણે સંબંધ રાખ્યો છે જિનાગમ સાથે. કેમકે જિનાગમની રચનાને આજે ૨૫૦૦ વર્ષ થયા. ૨૦૦૦ થી ૨૫૦૦ વર્ષ થયા. એ જિનાગમની અંદર અનેક પ્રકારના વિભિન્ન મતમતાંતરો અત્યાર સુધીમાં ઊભા થયેલા છે. એ એમ બતાવે છે કે અત્યાર સુધીની અંદર સાહિત્યમાં,