________________
પત્રાંક-૭૧૭
૪૧૧
પત્રાંક-૭૧૭
શ્રી આણંદ, આસો સુદ ૩, શુક્ર, ૧૯૫૨ આત્માર્થી ભાઈશ્રી મોહનલાલ પ્રત્યે,ડરબન
તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદ્ગત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિબનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં; પણ જેની સવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લેન્ડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કોઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે.
અત્રેથી ‘આર્ય આચારવિચાર' સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું – “આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે; અને “આર્ય વિચાર’ એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો, તે