________________
૧૩૮
રાજહૃદય ભાગ-૧૪ સ્વાનુભવ છૂટ્યા પછી એની પરિણતિ ચાલુ રહી ગઈ. જુઓ ! શું કામ થયું? રસ તીવ્ર થયા પછી એની પરિણતિ બંધાઈ જાય છે. એટલે ઉપયોગમાં નિર્વિકલ્પદશા છૂટી, અનુભવ છૂટ્યો પણ પરિણતિમાં અનુભવ છૂટ્યો નથી. અનુભવની પરિણતિ ચાલુ રહી ગઈ. એ ક્યારે બને ? કે વિરુદ્ધસ્વભાવી એવા જે પગલના અનુભવનો રસ છે એનો ત્યાગ થાય તો. ત્યાગ નામ એનો અભાવ થાય તો. અભાવ થયા વિના કોઈ દિવસ બને નહિ). આવો પ્રતીત આવવાનો, સમ્યગ્દર્શન થવાનો પ્રસંગ બને
નહિ.
અથવા બીજી રીતે વિચારીએ તો કે જે એકમેકપણાનો અબાસ છે ભિન્ન દ્રવ્યોને વિષે, પછી તે ખોરાકના પરમાણુ હો કે કોઈપણ અન્ય પદાર્થ પુદ્ગલના હોય એની સાથે એકત્વબુદ્ધિએ અધ્યાસિતપણે તન્મયપણે કેમ પરિણામ પરિણમે છે? કે એનો તીવ્ર રસ છે ત્યારે પરિણમે છે. એ એની રસની તીવ્રતાના સૂચક છે. એટલે જ્યાં સુધી એ રસ મોળો ન પડે. ત્યાં સુધી પ્રતીતની દિશામાં એક ડગલું પણ આગળ વધવાનો સંભવ નથી.
એટલા માટે આપણે રસનું પ્રકરણ સ્વાધ્યાયની અંદર વિશેષપણે લઈએ છીએ એનું કારણ આ છે કે પરિણામનો દોર, કોઈપણ જાતના પરિણામનો દોર, પછી તે અશુદ્ધ જાતિના હો કે શુદ્ધ જાતિના હોય અથવા વિભાવ જાતિના હોય કે સ્વભાવ જાતિના હોય, એ પરિણામનો દોર એ. પરિણામના રસ ઉપર જ આધારિત છે. જેટલો પરિણામનો રસ તીવ્ર એ પરિણામ લંબાવાના, એ પરિણામ એમનેએમ ચાલુ રહી જવાના, એ પરિણામની પરિણતિ બંધાઈ જવાની અને એનું એકત્વ છૂટવાનું નહિ. એટલા માટે મુમુક્ષુની ભૂમિકામાં જે ભક્તિ, વૈરાગ્ય, ઉદાસીનતા, ઉપશમ અને સરળતાદિ પરિણામ લીધા છે એનું કારણ એ છે કે વિભાવરસ ત્યાં ઘટે છે. અને વિભાવરસ ઘટે છે તો સ્વભાવરસ ઉત્પન્ન થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. નહિતર ખાલી જગ્યા પણ હોતી નથી.
એટલે અહીંયાં એ કહ્યું કે, “વર્ણ, ગંધાદિ ગુગલગુણના અનુભવનો.... અનુભવનો એટલે “રસનો ત્યાગ કરવાથી,...” જુઓ ! અનુભવનો અર્થ છે રસનો ત્યાગ કરવાથી. અર્થાત્ તે પ્રત્યે ઉદાસીન