________________
પત્રાંક-૭૧૧
છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. બૌદ્ધને અભિપ્રાયે ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્ત્વ છે. તેમાં વિજ્ઞાનસ્કંધ ક્ષણિકપણે આત્મા છે.
નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિન્માત્રસ્વરૂપ છે.
જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે.
૩૫૧
પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે.
ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.
તા. ૧-૬-૧૯૯૧, પત્રાંક – ૭૧૧ થી ૭૧૩ પ્રવચન નં. ૩૩૦
બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા...’ એ જૈન આમાં આસ્તિય દર્શનમાં લીધેલા છે અને બીજા ચાર દર્શન લીધા. એ બંધમોક્ષના ભાવને પોતપોતાની રીતે સ્વીકારે છે. એક પ્રકારે નહિ પણ પોતપોતાની રીતે સ્વીકારે છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે.’ એટલે એને આમાં જુદા ન લીધા. નૈયાયિક અને વૈશેષિક લગભગ સરખા અભિપ્રાયવાળા છે. આ વેદાંતના જ ભેદ છે. સાંખ્ય જેવો