________________
૩પ૬
રાજહૃદય ભાગ-૧૪ અભિપ્રાય આત્માને વિષે ગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે.” વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે. એમાં એક મોજું થયું તો લોકોએ એમ ગણ્યું કે આ ફલાણું થયું, આ ઢીકણું થયું, આ ઝાડ, પાન, વનસ્પતિ, ઘર, મકાન, માણસો, જીવજંતુ એ ચૈતન્યના વિવર્તે છે. બધું બ્રહ્મ છે. જગતમાં બે પદાર્થ જ નથી. અદ્વૈત બ્રહ્મ છે. એમ માને છે. એટલે કલ્પિતપણે ભાસે છે. એ સાચું નથી. એટલે જગત મિથ્યા છે. જગત તો મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. એ વેદાંતનો અભિપ્રાય છે. જે આ શંકરાચાર્યનો અત્યારે મત પ્રવર્તે છે એ વેદાંતનો મત પ્રવર્તે છે.
અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. એમાં પછી ઈશ્વરનું એક પાત્ર કલ્પિતપણે લીધું છે. એ પણ કલ્પિતપણે લીધું કે ઈશ્વર પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર બધું નાશ કરનાર, પાલન કરનાર. બધી ઘણી કલ્પના કરી છે. યોગને અભિપ્રાય નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. એ એક ઈશ્વરને માને છે અને એ બધું આ સંચાલન કરે છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી....... બૌદ્ધના અભિપ્રાય કોઈ આત્મા વસ્તુ નથી અને આત્મા ત્રિકાળી પણ નથી. “ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાય વિજ્ઞાનમાત્ર છે.” એકલું વિજ્ઞાન તે આત્મા છે, જ્ઞાન તે આત્મા છે. અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાય દુઃખાદિ તત્ત્વ છે. કેમકે એમાંથી તો ગૌત્તમબુદ્ધ ઉત્પન્ન થાય છે. દુઃખ તત્ત્વમાંથી. જગતમાં દુઃખ પડે છે એ ન હોવું જોઈએ. જગતમાં દુખ ન હોવું જોઈએ એટલે એ મુખ્ય વસ્તુ એમનો-બૌદ્ધનો પાયો ત્યાંથી શરૂ થયો છે.
મુમુક્ષુ – બૌદ્ધમાં...
પૂજ્ય ભાઈશ્રી – હા એ આમાંથી થયા. અત્યારે તો બૌદ્ધમાં ઘણા ફાંટા છે. અત્યારે બૌદ્ધ છે એ જાપાન', “ચીન', “રંગુન' (બર્મા) અને લંકા' આ ચાર દેશોની અંદર વધારે છે. અને એની અંદર “જાપાનમાં જુદો ફાંટો છે, રંગુનમાં જુદો ફાંટો છે, “ચાઈનામાં જુદો ફાંટો છે. એવા બધા એની અંદર ભેદ-પ્રભેદ છે. અને ખાસ કરીને “આચાર્ય રજનીશ છે એ બૌદ્ધના ફાટામાંથી એક વળી નવો ફાંટો એણે ઊભો કર્યો. આમ બૌદ્ધમતને અનુસરતા હતા પણ એમાંથી પણ એક થોડીક વિચારધારા એમની જુદી હતી, સ્વતંત્ર હતી.