________________
પત્રાંક-૭૦૦
૧૫૩
ચૈતન્યસ્વરૂપની ભાવના કહો. પણ સવાલની સામે જવાબ બહુ જોરદાર છે.
શરીર કોનું છે ? આમ પૂછે તો કહે, ભાઈ ! તમારે તમારું અને મારે મારું. સૌ સૌને પોતપોતાનું શરીર છે. અને એથી વધારે વિભાગમાં જાવ તો કહે શરીર જડ પરમાણુનું બનેલું છે. તો કહે છે, એમ નહિ. શરીર મોહનું છે.’ સંસારમાં જીવને શરી૨ ઉપ૨ એટલો બધો મોહ છે અને એટલું બધું પોતાપણું છે કે આખા સંસારના ચક્રની ધરી કોઈ હોય, આખા સંસારના ચક્રની કોઈ ધી હોય તો એને શરીર અથવા દેહને ધરી કહેવામાં આવે છે. કેમકે બધી ગડબડ ત્યાંથી પછી ઊભી કરે છે. શરીરને પાળવાના અને પોષવાના પદાર્થોની વણઝાર એટલી બધી લાગેલી છે કે વાત મૂકી દો. એનો ક્યાંય છેડો દેખાતો નથી. શરીર માટે કપડા જોઈએ, કપડા માટે કબાટ જોઈએ, કબાટ માટે ઘર જોઈએ, ઘર માટે પૈસા જોઈએ, પૈસા માટે દુકાન જોઈએ, દુકાન માટે ગ્રાહક જોઈએ. એમાંથી આખી દુનિયા ફેલાય છે.
મુમુક્ષુ :- અહીંથી ઊભું થયું બધું.
પૂજ્ય ભાઈશ્રી :– કયાંથી ઊભું થયું ? મુમુક્ષુ :શરીરથી.
પૂજ્ય ભાઈશ્રી :- આખી દુનિયા સુધી જાય છે. એની દુકાને જો આખી દુનિયાની ઘરાકીલાગે, Line ગોઠવાય તો એને એમ થાય કે મારી દુકાન સરખી ચાલે છે. ત્યાં એને સંતોષ થાતો નથી.
એટલા માટે કહ્યું કે શરી૨ મોહનું છે.’ એમ કહીને અસંગ ચૈતન્યની ભાવનાપૂર્વક શ૨ી૨નો મોહ નાશ ક૨વા જેવો છે, શરીરનો મોહ ક્ષય કરવા જેવો છે. એમ કહેવું છે. ગમે તેટલા લાંબા પત્ર હોય અને ગમે તેટલો ટૂંકો પત્ર હોય, એક વાતમાં કેટલો કસ ભરેલો છે ! અને કેટલો ભાવ ભરેલો છે !!