________________
રાજહૃય ભાગ-૧૪
૩૮૪ પરિભાષાથી નિરૂપિત થયું લાગે છે. એમાં પણ ઘણો અધ્યાત્મ દૃષ્ટિકોણ સમજાય છે. એટલે શું છે કે કર્મના ફળ છે એ અધ્યાત્મ દૃષ્ટિકોણથી બધા ઊપજેલા છે. જેણે જેવા પરિણામ કર્યા એવા એવા એના ભોગ્યસ્થાનો ત્રણે લોકની અંદર છે. એ બધા અધ્યાત્મિક દૃષ્ટિથી બરાબર સિદ્ધ થાય છે.
અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. જેને અતીન્દ્રિય અથવા પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એ બે ભેદે કહ્યા છે. દેશ પ્રત્યક્ષ દેશ પ્રત્યક્ષમાં તે બે ભેદે, અવધિ, મન:પર્યવ. અને કેવળજ્ઞાન. એક દેશપ્રત્યક્ષ અને એક સર્વપ્રત્યક્ષ એવા અતીન્દ્રિય જ્ઞાનના બે ભેદ છે. દેશ પ્રત્યક્ષમાં પણ બે ભેદ છે : અવધિ અને મન૫ર્યવ. ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ.” ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા, ક્ષેત્રની અને કાળની અમુક મર્યાદા જાણે તેને અવધિ કહે છે. અવધિનો બીજો અર્થ જ મર્યાદા થાય છે. એમ નથી કહેતા ? કેટલી અવધિએ ભાઈ ! તમારે આ પ્રસંગ આવે છે ? તો કહે, હજી દસ દાડાની અવધિ છે. અવધિ એટલે મર્યાદા. એ કાળની અને ક્ષેત્રની દૂર કાળવર્તી અને દૂર ક્ષેત્રવર્તી પદાર્થોને ઇન્દ્રિયના અવલંબન વગર સીધું જે જ્ઞાન જાણે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
“અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મનપર્યવ... જ્ઞાન છે. મન:પર્યવ જ્ઞાન મુનિદશામાં પ્રગટે છે. અને તેમાં બીજાના મનના જાણવાની ઇચ્છા વગર જણાય જાય છે એમ કહે છે. મુનિરાજ કોઈના મનના પરિણામ જાણવા માટે ઉપયોગ ચાહીને મૂકતા નથી. કે લાવ આના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે એ જાણું. પણ સહેજે સહેજે અનિચ્છાએ પણ બીજાના મનના પરિણામ જણાય જાય છે અને કોઈપણ જાતના ઇન્દ્રિયના અવલંબન વિના તે દશાની પવિત્રતા, વિશુદ્ધિ એટલે પવિત્રતાના બળ વડે એ જ્ઞાન નિર્મળ થયેલું છે. મળ વિનાનું થયું છે. એને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. માનસિક વિશુદ્ધિના બળ વડે મનથી મનને જાણે છે એમ કહેવું છે. ત્યાં જાણવામાં પણ ઉપયોગ છે એને ભાવબંધ લીધું છે. બીજા અન્યને જાણે છે ને ? અન્યને જાણે છે એટલે.
માનસિક વિશુદ્ધિના બળ વડે. એટલે એટલો ઉપયોગ નિર્મળ થયો