________________
૭૬
રાજહૃદય ભાગ-૧૪ આત્મહિત જોયું છે અને જે તેમ જ વર્યાં છે. એમ જ જેણે વર્તવાનું રાખ્યું છે. તે જીવને વાંધો નહિ આવે એમ કહે છે. એ જ્ઞાનમાર્ગે સાચી રીતે ચડશે, એ ક્રિયામાર્ગે પણ સાચી રીતે ચડશે. એમ કહેવું છે.
મુમુક્ષુપૂજ્ય ભાઈશ્રી – હા, આજ્ઞા માથે ચડાવું છું. મુમુક્ષુ – આજ્ઞા માની ન હોય તો પછી ?
પૂજ્ય ભાઈશ્રી - તો પછી એ તો સ્વચ્છેદ છે અને મહાદોષ છે. પછી બધા પ્રકારના દોષની પરંપરા સર્જાય જશે. વાર નહિ લાગે.
તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ.” એટલે જ્ઞાનીનો યોગ મળવો જોઈએ. આટલું તો અભિપ્રાયમાં હોય છતાં જ્ઞાનીનો યોગ ન મળે, એમ કહે છે. જ્ઞાનીનો યોગ ન મળે તો પાછો એને જે કાંઈ આત્મહિત માટે સૂચનાઓ મળવી જોઈએ એવો યોગ એને બેસતો નથી. પણ અભિપ્રાય તો પહેલેથી આ જ હોવો જોઈએ. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ. મનુષ્ય આયુનો એક એક સમય ચિંતામણિ રત્ન કરતા અધિક મૂલ્યવાન છે. એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.” પરિભ્રમણ ઘટાડવા માટે જે મનુષ્ય આયુનો સદુપયોગ થવો જોઈએ એ જ મનુષ્યદેહ અધોગતિમાં જવા માટેનું કારણ થઈ પડે. કેમકે એણે સન્માર્ગે ચાલવાની દરકાર કરી નહિ અને સ્વચ્છેદે જીવ ચાલ્યો. એ પરિભ્રમણ વધારી દેશે.
એ પ્રકારે કેશવલાલભાઈને બહુ સારો પત્ર લખ્યો છે. “લીંબડીના કોઈ ભાઈ છે. બહુ સારો પત્ર આવ્યો છે. માર્ગદર્શનની દૃષ્ટિએ ઘણી સારી વાત કરી છે. એ ૬૯૩ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૯૪
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૫ર આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી