________________
૧૩૪.
રાજહૃદય ભાગ-૧૪ દિવસ છે. એમ દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે. સૂર્યના સદ્ભાવમાં દિવસ અને અભાવમાં રાત્રિ “તે વ્યવહાર કાળ છે,... એ તો કાળને ગણવા માટેનું એક સાધન, વ્યવહાર સાધન છે. કેમકે સૂર્ય સ્વભાવિક દ્રવ્ય નથી.” સૂર્ય છે એ કોઈ સ્વભાવિક દ્રવ્ય નથી.
“દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે....... આ ચોખ્ખું લખ્યું છે. ઓલાપણે જે જિનાગમની વાત લખી એ શ્વેતાંબરની છે એ શેના ઉપરથી નક્કી થાય છે ? કે આના ઉપરથી નક્કી થાય છે. જિનાગમ શબ્દ વાપર્યો છે પણ ત્યાં શ્વેતાંબર જિનાગમની વાત છે. અહીંયાં ચોખ્ખું લખ્યું છે કે દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી...” ત્યાં દિગંબર શાસ્ત્રમાં કહેનારનો એવો અભિપ્રાય નથી કે એક અણુ બીજા અણ સાથે જોડાયેલું છે. પુદ્ગલ પરમાણુની જેમ સ્કંધ જોડાયેલા છે. આ લાકડાની અંદર બધા અસંખ્યાત પરમાણુ છે એ બધા જોડાયેલા છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકે તો બધા એક સાથે જોડાયેલા હોવાથી થોડાક અહીંયાં રહી જાય અને થોડાક બીજે જાય એવું નથી બનતું. કેમકે જોડાયેલા છે. એમ કાળાણમાં એક કાળાણ પણ બીજા કાણાણ સાથે જોડાયેલો નથી. છૂટો છે. નજીક નજીક છે તોપણ છૂટો છે.
પણ તેનું એકબીજાની સાથે સંધાન છે એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. દિગંબરના શાસ્ત્રોમાં કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી એનું આ કારણ છે. શ્વેતાંબરનું ઉપર કહ્યું તે કારણ છે. દિગંબરનું આ કારણ છે.
મુમુક્ષુ - શ્વેતાંબર પર્યાયને જોવે છે.
પૂજ્ય ભાઈશ્રી – હા, એ પર્યાયને જોવે છે, આ દ્રવ્યને જોવે છે. કેમકે ત્યાં કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નથી. અહીંયાં કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર છે. ત્યાં તો કેવળજ્ઞાન થયા પછી પણ છદ્મસ્થને પરિણામ થાય અને ક્રિયા થાય એવું પણ જોવામાં આવે છે. અશાતા થઈ, દવા મંગાવો. જોકે મુનિ તો મુનિદશામાં જ દવા ન મંગાવે, એ યાચના ન કરે, કે ઉદ્દેશિક ન લે. પણ ત્યાં તો ઉદ્દેશિક પણ થઈ ગયું. એ પરિસ્થિતિ થઈ જાય છે. એટલે કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નથી તો કેવળજ્ઞાનનો વિષય પણ ત્યાં