________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૪
લોક શબ્દનો અર્થ ,
આધ્યાત્મિક છે. અનેકાંત શબ્દનો અર્થ : સર્વજ્ઞ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે.
જંબુદ્રીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે.
અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. દેશ પ્રત્યક્ષ, તે બે ભેદે, અવધિ,
મન:પર્યવ. ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ.
અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મન:પર્યવ. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદ્રષ્ટિમાં પરિતિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન.
શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજાવા. કઠણ છે. પરમપુરુષનો યોગ પ્રાપ્ત થવો જોઈએ.
જિનપરિભાષા-વિચાર યથાવકાશનુસાર વિશેષ નિદિધ્યાસ કિરવા યોગ્ય છે.
૭૧૪. ૐ જિનાય નમઃ મુમુક્ષુ - એક એક વિષયમાં કેટલી ઊંડી વિચારણા છે !
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઘણો વિચાર કરે છે. અને દરેક વાત બહુ ઊડેથી વિચારે છે. ઉપરછલ્લો વિચાર નથી પણ ઊંડેથી ઘણી વાતો વિચારે છે.
ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી