________________
૧૫૧
પત્રાંક-900 છે. શરીર કોનું છે ? મોહનું છે. જીવનું નથી. પુદ્ગલનું છે એમ પણ ન કહ્યું. કેમકે અહીંયાં દ્રવ્યાનુયોગનો વિષય નથી લેવો. જીવને પોતાને ખોટો આધાર લે છે, શરીરથી જીવ ખોટો આધાર લે છે, મોહ વડે કરીને પોતાપણું કરે છે. હું શરીરના આધારે જીવું છું એવું પરિણમન કરે છે. શરીરની અનુકૂળતા પ્રમાણે હું જીવી શકું છું. પ્રતિકૂળતાઓ હોય તો હું જીવી શકતો નથી. એ વગેરે. માટે “શરીર કોનું છે ?? જુઓ ! કેવો લાક્ષણિક ઉત્તર આપ્યો છે ! કે શરીર “મોહનું છે.”
ખરેખર તો શરીર શરીરનું છે. અને એ શરીરનું છે એમાં પુગલનું છે. પણ એમ કહેવાને બદલે એમ કહે છે કે, મોહથી શરીર પોતાપણે અનુભવાય છે, જેને દેહાધ્યાસ કહેવામાં આવે છે. જીવનું શરીર નહિ હોવા છતાં જીવ શરીરમાં પોતાપણું અનુભવ કરે છે. વેદના આદિથી પણ પોતાપણું અનુભવે છે). શાતાની વેદના, અશાતાની વેદના એ દ્વારા પોતાપણાનો અનુભવ કરે છે. વળી ક્ષેત્રમાં પણ વ્યાપ્યવ્યાપકપણું શરીઝમાણ જીવના ક્ષેત્રનું છે. એટલે એના મોહને દઢપણું મળે છે. એક બીજું બહાનું પણ મળે છે કે જેટલામાં શરીર છે એટલામાં જીવ પણ છે. શરીરની બહાર મારો જીવ પણ નથી.
મુમુક્ષુ – મોહના પરિણામ કરવાથી શરીર મળે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, મોહના ફળમાં મળેલું છે. શરીર ઉપરના મોહને લઈને શરીરની પ્રાપ્તિ છે. સંયોગ થયો છે). પ્રાપ્તિ એટલે સંયોગ થાય છે. એ તો છે. જીવને જે જે પદાર્થોનો મોહ હોય છે અને તે તે પદાર્થોને તે મોહથી ચાહે છે તે તે પદાર્થના સંયોગમાં એની ગતિ થાય છે. એટલે એવું એક સૂત્ર છે કે જેવી મતિ એવી ગતિ.” જેવી મતિ એવી ગતિ. આ કહે છે ને ? મગમાં કાણું પડે છે ને ? મગ સડે ત્યારે. તો એની અંદર જીવડું હોય એને આપણે ત્યાં મગનું મટકું કહે છે. આ જીવ ત્યાં કેમ ઉત્પન્ન થયો ? કે એને ખાવામાં મગ એટલા બધા ભાવતા હતાહદબહારના. સમજ્યા ? ઊલટી થાય ત્યાં સુધી ખાધા કરે. કેમકે મને ભાવે છે. પેટ ભલે ના પાડે. આ ત્યાં ઉત્પન્ન થાય છે. ચણાનો જીવ, ચોખાની ઈયળ, ઘઉંના ધનેડા. એ જીવો ત્યાં કેમ ઉત્પન્ન થયા ? કે જેવી મતિ એવી ગતિ. જ્યાં જ્યાં જીવની તીવ્ર રસથી મતિ જાય છે ત્યાં ત્યાં