________________
૧૧૪
રાજહૃદય ભાગ-૧૪ કહે? આ તો બહુ મોટું ડાળું છે એમ કહે ને? ડાળુંડાળું કહે. ડાળ ઉપર એકસાથે ઘણા ફળ બાજ્યા હોય. આખા ઝાડમાં એક ડાળ એવી મોટી હોય કે જેના ઉપર ઘણા ફળ બાજ્યા હોય અને એ ડાળ હાથમાં આવી ગઈ હોય. પછી બાજુમાં એક-બે ફળવાળી ડાળ હોય તો એ બાજુ લોભાય ખરો ? ઓલો બીજો ગ્રાહક ઊભો હોય એ ભાવ પૂછે તો એને ભાવ ન જણાવે. પણ હવે ભાવ કરી દે તો. ઓલો ત્રણ વાર પૂછે. એને ભાવ કહેવાની ફુરસદ ન હોય, રસ ન હોય, લક્ષ ન હોય. એમ કેમ બને છે ? આ એવી વાત છે. એ પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં એટલા રસથી પોતે પ્રવર્તે છે કે બાજુમાં મુમુક્ષુ પૂછે છે એનો જવાબ દેવાનું એમને અનુકૂળ પડતું નથી.
‘ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે,” તમારા ચિત્તને, હોં ! મારા ચિત્તની અહીં વાત નથી. તમારા ચિત્તને સહેજ પણ અવલંબન છે... તમારા ચિત્તને અમારું અવલંબન છે, તમે અમારો આધાર લીધો છે. કારણ કે એમણે તો એવા શબ્દો લખ્યા છે કે અમને તમે એક જ આધારભૂત છો. અમારું સર્વસ્વ તમે જ છો. ભગવાન કહો તોપણ તમે જ છો, તીર્થકર કહો તોપણ તમે છો, સર્વજ્ઞ કહો તોપણ તમે છો, પરમાત્મા કહો તો તમે છો અને અમારો આત્મા કહો તોપણ તમે છો. અમે તમારામાં અને અમારામાં ભેદ જોયો નથી. એટલી બધી એમણે વાતો લખી છે કે એટલે લખે છે કેતમારા ચિત્તને સહેજ પણ અવલંબન છે.” એ તમારું અવલંબન ખેંચી લેવાથી.” તમારા ચિત્તમાં ‘આર્તતા પામશે” દુઃખ થશે. એટલે કે સંબંધ કાપી નાખશું તો તમે તો દુઃખી થઈ જશો. એટલે થોડુંક અમારું ધ્યાન છે કે તમે તો અમારો આધાર લીધો છે. અને એ ખેંચી લેવામાં આવે એટલે તમને મૂળગો અમે જવાબ જ ન આપીએ કે જાણે કાંઈ સંબંધ જ નથી. તો તમારા ચિત્તમાં આર્તતા થશે. એટલે દુઃખ થશે, ઘણું દુઃખ થશે.
એમ જાણી તે દયાના પ્રતિબંધ.” એ દયાનો જે વિકલ્પ ઊઠ્યો એ અમારા માટે પાછો પ્રતિબંધ છે. દયા છે એ અમારા માટે તો પ્રતિબંધ છે. એ દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે. એટલા પ્રતિબંધમાં આવીને આ પત્ર લખ્યું છે કે તમને દુઃખ થાશે. એમ જાણીને આ પત્ર લખ્યું છે.