________________
પત્રાંક-૬૯૭
૧૧૭ બન્યો હોય, ઘણું દુ:ખ પડ્યું હોય એને કહેતા કહેતા તાદૃશ્ય પરિણામ થાય તો અત્યારે દુઃખી થઈ જાય માણસ. રડવા લાગી જાય. અમારા માથે આવી વીતી હતી એમ કહે, શું કહે ? એવી વીતી હતી એવી વીતી હતી.. એમ કહેતા કહેતા એ વખતે પોક મૂકે. કેમકે એ માત્ર વાત નથી કરતો પણ એ પ્રસંગમાં પોતાના પરિણામ જાણે અત્યારે જ દશ્યમાન હોય એમ તાદશ્ય કરી દે છે.
એમ ભૂતકાળમાં મહાવીર ભગવાન આદિ તીર્થંકરો થયા. એમના પુરુષાર્થને તાદશ્ય કરતા પોતાને પણ પુરુષાર્થનો આવિર્ભાવ થાય છે. એટલે એમને રોમાંચ ઉત્પન્ન થાય છે અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે. એટલું બધું આશ્ચર્ય થાય છે કે કહી શકતા નથી. એ Post cardમાં લખ્યું હશે. પત્ર નાનો છે પણ પોતાની દશાની વાત બહુ સરસ કરી છે.
પત્રાંક-૬૯૭
મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૯૫ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે.
પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે, અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધ આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અને કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી, તેથી ડરીને વર્તવું યોગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે.