________________
૩૫૮
રાજહૃદય ભાગ-૧૪ તે નિત્ય, અપરિણામી અને ચિત્માત્ર સ્વરૂપ છે. ચૈતન્યમાત્ર સ્વરૂપ આત્મા છે એવું સાખ્ય માને છે. સાંખ્ય અને જૈનનો નિશ્ચય મત છે. નિશ્ચયનયના અભિપ્રાયમાં ઘણું સામ્ય છે. એટલે તો “સમયસાર' માટે ઘણા સાંખ્યમતિઓ એમ કહે છે કે આ વેદાંતના ઢાળામાં ઢાળેલું છે. એ સાંખ્યના હિસાબે કહે છે.
જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરવગાહવર્તી માન્યો છે. આ જૈનનો ચોખ્ખો અભિપ્રાય લઈ લીધો કે આત્મા વિષે જૈન શું કહે છે. અનંત દ્રવ્યો છે. આત્મા-આત્મા કહેતા એવા અનંત પદાર્થો છે. પ્રત્યેક જુદા જુદા સર્વથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે. દરેકમાં જ્ઞાનદર્શનાદિ ચેતના એનું સ્વરૂપ છે, એ ત્રિકાળવર્તી નિત્ય છે, છતાં સમયે સમયે પરિણમન કરનારા પરિણામી છે, ક્ષેત્ર અપેક્ષાએ દરેક આત્મા અસંખ્યાતુ પ્રદેશ છે. તોપણ પોતપોતાના શરીર જેટલું અવગાહના એટલે ક્ષેત્રનું ક્ષેત્રફળ રોકીને રહેલા છે. એ જ રીતે આત્માને માનવામાં આવ્યા છે. સંસારી આત્માની આ વાત લીધી.
પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. અસંખ્ય જીવો છે અને તે બધાને ચેતન માન્યા છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.' એ આ સાંખ્ય જે છે એનો અને આનો મત લગભગ સરખો છે. સર્વવ્યાપક છે, ત્રિકાળ એટલે નિત્ય છે અને સચ્ચિદાનંદ અને અબાધ્ય છે. એને કોઈ બાધા પહોંચાડી શકે નહિ, નાશ કરી શકે નહિ. સત્, ચિત્ અને આનંદમય છે.
મુમુક્ષ:- એક જ આત્મા છે?
પૂજ્ય ભાઈશ્રી - હા. એ એક જ આત્મા છે. ઓલા અસંખ્યાતુ આત્મા માને છે. જ્યારે ઉત્તરમીમાંસામાં એક જ આત્મા માને છે. એક પરમબ્રહ્મ છે, અદ્વૈત બ્રહ્મ છે. એમ માને છે. સાંખ્ય છે એ અસંખ્ય આત્માઓને સ્વીકારે છે. એટલો તફાવત છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો વળી પછી પાછળથી નીકળેલું છે.