________________
૪૧૮
રાજહૃદય ભાગ-૧૪
અસ૨ ન થઈ હોય. બહારનું વાતાવરણ તો એટલું જબરદસ્ત હોય છે કે એની અંદ૨ ક્યાં ખોવાઈ જાય છે જીવને પોતાને કાંઈ ભાન રહે નહિ. એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :– ‘શ્રીમન્દ્વ'નો અને ‘ગુરુદેવ’નો બેનો સંગ મળ્યો.
પૂજ્ય ભાઈશ્રી :– બંનેનો સંગ મળ્યો. હા. એ એમનું જોવા જેવું નથી. આ જીવે અનંત વાર એવું કર્યું છે.
મુમુક્ષુ :– એમાંથી આપણે બોધ લેવાનો.
=
પૂજ્ય ભાઈશ્રી :– બોધ તો આપણે લેવાનો. આ જીવે અનંત વાર એવું કર્યું છે. શ્રીગુરુ મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, છતાં બીજા પ્રપંચમાં રોકાઈ જઈને પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. (અહીં સુધી રાખીએ..)
મારે બીજાની હુંફ જોઈતી નથી. હું પોતે જ મને હુંફ આપું છે. થરથરતી ઠંડીમાં હું જ મારું તાપણું છું. હું કોઈનો ઓશીયાળો નથી કે નથી કોઈનો મોહતાજ. જેને કાંઈ જોઈતું ન હોય, તેને તણાવ / આર્તાપણું નથી. લાલસા માણસને મારી નાખે છે અથવા ગુણસંપત્તિને લૂંટી લે છે. પછી તે ધનની હોય કે માનની. તેનો અંત નથી. બધું જ હોવા છતાં ઓછું પડતું હોય છે. જીવનમાં અસંતોષનું દુઃખ મોટું છે. તેથી જ નિસ્પૃહી સુખી છે, નિષ્પરિગ્રહી સૌથી સુખી છે. તે આશા – અપેક્ષાના મૃગજળમાં ડુબતો નથી. નિઃફીકર અને નિર્ભય જીવન મુક્તિનું સોપાન છે. પરમાર્થનો માર્ગ નિરાલંબ છે.કેમકે આત્મસ્વરૂપનિરપેક્ષ અને નિરાલંબ છે.
(અનુભવ સંજીવની-૧૬૮૮)