________________
પત્રાંક-૬૯૯
૧૪૫
છે. એવા પણ અનંતા છે. છૂટા પરમાણુ પણ લોકમાં અનંતા છે. બે અણુ સ્કંધવાળા પરમાણુઓ પણ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા હોય એવા ત્રિઅણુસ્કંધ પણ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુઃઅણુકસ્કંધ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકસ્કંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણુ, નવ પરમાણુ, દસ પરમાણુ એકત્ર મળેલા એવા અનંત સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ, યાવત્ સો પરમાણુ,..' અગિયાર, બાર, તેર. યાવત્ એટલે એવી રીતે ક્રમથી લઈએ તો સો પરમાણુ, સંખ્યાત પરમાણુ,...’ એટલે સોથી માંડીને, એકસો એકથી માંડીને જેટલી સંખ્યા લે એવા બધા પરમાણુનો ભેગો મળેલો સ્કંધ, અસંખ્યાત પરમાણુ...’નો ભેગા મળેલો સ્કંધ ‘તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ...' એવા અનંતાઅનંત સ્કંધો જગતની અંદર રહેલા છે. બધી જાતના સ્કંધો, અનંતા સ્કંધો જગતની અંદર છે. મુમુક્ષુ :- ચિત્...
=
પૂજ્ય ભાઈશ્રી :– સચિત્ એટલે ? નહિ. પરમાણુ બધા અચિત જ છે. પરમાણુ બધા અચિત જ ગણવા. પરમાણુને સચેતનપણું ઉપચારથી લાગુ પડે. ખરેખર કોઈ પરમાણુ સચેત નથી. પણ જે પરમાણુઓ જીવોના સંયોગમાં હોય એને વ્યવહારે સચેતપણું કહેવાય. જેમકે અત્યારે આપણા શરીરને સચેતશરીર કહીએ. પણ એકેય પરમાણુમાં ચેતનપણું નથી આવ્યું. પણ આ ખોળિયાનો જીવ જુદો પડી જાય ત્યારે એમ કહે કે આ મડદું છે. તો કહે, અચેતશરીર છે હવે. પહેલા સચેતશીર હતું હવે અચેતશરીર છે. એમ જીવના સંયોગ-વિયોગની અપેક્ષાએ કહેવાય. એ એક જીવની મુખ્યતાથી. પણ એ મડદામાં એ વખતે બીજા નિગોદીયા જીવો અનંતા હોય છે. શ્લેષ્મના, મળના બીજા બધા જીવો અનંતા હોઈ શકે છે. પણ એક જીવ, જે જીવનું એ શરી૨ વ્યવહારે કહેવાતુ હતું તે જીવ ન હોય ત્યારે એ જીવને અચેતશ૨ી૨ કહેવામાં આવે છે. પણ પરમાણુ તો બધા અચેત જ છે. કોઈ ૫રમાણુ જીવસહિત નથી, જીવવાળો નથી, જેમાં જીવપણું નથી, ચૈતન્યપણું નથી અર્થાત્ જડપણું છે એને જ પરમાણુ કહેવામાં આવે છે.