________________
પત્રાંક-૭૦૨
૧૮૭
કે આરંભ પરિગ્રહ છોડીને મેળવવાનું જ બંધ કરે છે. મેળવીને પછી દેવાનું છે ને ? મેળવવાનું છોડી ચે છે. નિવૃત્તિ પણ એટલા માટે લે છે. ભલે મુનિ ન થાય પણ આરંભપરિગ્રહની પ્રવૃત્તિ પણ શા માટે છોડે છે જીવો ? ઘણું મેળવીને ઘણું દેવું એમ નથી. એ સિદ્ધાંત નથી. જે કાંઈ પોતાના પરિણામમાં અનિવાર્ય રીતે પ્રવૃત્તિ થાય અને પૂર્વકર્મ અનુસાર પ્રાપ્તિઅપ્રાપ્તિ તો થવાની છે. પ્રવૃત્તિ અનુસાર નહિ થાય અને પરિણામ અનુસાર પણ નહિ થાય. બરાબર ? તો જે પૂર્વકર્મના યોગે સહેજે સંયોગમાં છે એના ઉ૫૨નો મોહ ઘટાડી દેવો છે. વધારે મેળવવું છે એ તો તીવ્ર મોહે કરીને મેળવવું છે. એ તો ઊલટાની મોહ વધા૨વાની વાત થઈ ગઈ. તો પહેલા ઊંધું ચાલવું અને પછી સવળું ચાલવું, એમ ? તો કહે ઊંધો ચાલે છે શું કરવા ? એમ કહે છે. અવળું ચાલવાની જરૂર પડે, એમ વાત નથી.
એટલે સામાન્ય રીતે જે નિવૃત્તિમાં આવે છે એને મોટો દાની કહેવાય છે. લોકો એમ જાણે છે કે દાનમાં આંકડો મોટો હોય તે મોટો દાની. ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે, શાસ્ત્રકારો એમ કહે છે કે જેણે મેળવવાનું છોડી દીધું, જેણે જગતની સંપત્તિ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છોડી દીધી, જેને જોઈતું નથી ઇ મોટો દાની છે. જોઈએ છે એ મોટો દાની નથી. જોઈતું નથી એ મોટો દાની છે. જગ કો દે દી જગકી નિધિયાં.' જગતની નિધિ જગતને સોંપી, અમારે જોઈતી નથી એમ મુનિરાજ કહે છે.
લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્મૃતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ...' કરવી કે પૈસાની પ્રવૃત્તિ કરવી કે વચનની પ્રવૃત્તિ કરવી. વાણીમાં પણ વક્તા હોય એની સારી વાણી હોય. બધા પ્રશંસા કરે કે ભાઈ બહુ સરસ વાંચન આપે છે. એ સ્તુતિના અર્થે કરવા યોગ્ય નથી. પ્રશંસા મેળવવા માટે એ કરવા યોગ્ય નથી.
‘ગુરુદેવે’ તો એકવાર કહેલું કે આચાર્યોના ઊંચામાં ઊંચા ન્યાય પોતાને બુદ્ધિગમ્ય થાય કે ઓ..હો..! આ તો બહુ ઊંચો ન્યાય છે, બહુ સૂક્ષ્મ ન્યાય છે ! પણ એ ન્યાયનું પ્રતિપાદન કરતી વખતે બહુ ઊંચો ન્યાય મેં પ્રતિપાદન કર્યો એમ પોતાની મહત્તા બતાવવાનો અંદરમાં આશય રહી જાય કે હું બહુ ઊંચી વાત બતાવું છું એટલે લોકોને એમ થાશે કે ભાઈ !