________________
પત્રાંક-૬૯૪
૮૫ સ્થિર રહે અને પરપદાર્થમાં પણ ઉપયોગ આપી શકે. એવું તો કોઈ દિવસ કોઈને એકસાથે બે વિષયનો ઉપયોગ કોઈને હોય નહિ. એવો સિદ્ધાંત છે.
‘ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના શેય પ્રત્યે વર્તે નહીં...” જો કેવળજ્ઞાનીનો ઉપયોગ આહારમાં વર્તે તો કેવળજ્ઞાનનું જોય એવો જે શુદ્ધાત્મા છે એના પ્રત્યે એનો ઉપયોગ વર્તે નહિ. “અને જો એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય.” પાછું પડે. પ્રતિહત એટલે પાછું પડવું, સ્વરૂપમાં જવું, પાછું સ્વરૂપમાંથી પાછું પડવું. તો અપ્રતિહતપણું એનું રહેતું નથી.
અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે.” હવે પોતેને પોતે દલીલ આપે છે. કે માનો કે કોઈ એવું સમાધાન કરી લઈએ “આરસી.” એટલે દર્પણને “વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહેજે સહેજે એમાં પ્રતિબિંબ ઝીલાય જાય છે. “સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાયા કરે છે, માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે” હવે શું કહે છે અહીંયાં? ઓલું નથી લીધું. કેવળજ્ઞાનનું શેય લોકાલોક છે. તો લોકાલોક પણ શેય હોય અને આહારમાં પણ ઉપયોગ જાય અને લોકાલોકમાં પણ ઉપયોગ જાય, એમ બે કેમ બને ? તો કહે છે, એમ ન બને. તો પછી એમ લઈએ કે ઉપયોગ તો આહારમાં ગયો છે. લોકોલોકમાં નથી ગયો. ઉપયોગ લેતી વખતે આહારમાં ભલે ગયો. પણ લોકાલોક તો આપોઆપ જ આરસીમાં જેમ પ્રતિભાસે છે એમ લોકાલોક પ્રતિભાસે છે. એમાં કઈ કેવળજ્ઞાનીને ઉપયોગ દેવો પડતો નથી. માટે આહારનો વિરોધ આવતો નથી. આહાર લેવામાં વિરોધ ઊભો થતો નથી. એમ દલીલ પોતે આપી છે.
માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે . એની સામે. આ દલીલની સામે પ્રશ્ન થવા યોગ્ય છે કે “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી” જ્યારે કેવળજ્ઞાનીને તો જ્ઞાન છે. આરસીને જ્ઞાન નથી. અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું