________________
૬૮
રાજહૃદય ભાગ-૧૪ કોઈ દિવસ એને આવે જ નહિ. બહુ મોટી આપત્તિ છે. આ એક બહુ મોટી વિપત્તિ સમજવા જેવી છે. એટલે એ વિષય ઘણો ગંભીર અને ઘણો જ જવાબદારીવાળો અને એકદમ પરિપકવદશા થયા વિના હાથમાં ન લેવો એવી ગાંઠ મારીને નક્કી કરવા જેવો વિષય છે.
પછી “સ્વચ્છંદતા,” આવે છે. શાસ્ત્રની અંદર નિશ્ચયનયનો વિષય પણ અનેક જગ્યાએ આવ્યા વિના રહેતો નથી. કેમકે એ નિશ્ચયનો વિષય જ્ઞાનીઓનું હૃદય છે. નિશ્ચયના વિષયમાં શુદ્ધાત્મા છે અને એ શુદ્ધાત્મા અક્રિય છે, નિષ્ક્રિય છે, કાંઈ કરતો નથી. સ્વભાવ ધ્રુવ છે. અને ઉપદેશ માત્ર પરિણામ આશ્રિત છે. એટલે એ નિશ્ચયના ઉપદેશને પોતાની સ્વચ્છેદવૃત્તિને પોષણ કરવા માટે ગ્રહણ કરવાનું મન થઈ જાય છે કે ચાલો આપણે તો કાંઈ કરવાનું નહિ. બહુ મજાની વાત થઈ ગઈ આ તો. કાંઈ કરવાનું જ નહિ. અને ગમે તે પાછા પોતાના બાહ્ય પરિણામો પંચેન્દ્રિયના વિષયોમાં..
. કંદમૂળમાં તો મોટી હિંસા થાય છે. આત્મા ખાય શકતો નથી. તમને ખબર નથી. આત્મા કાંઈ ખાઈ શકતો નથી, આત્મા બીજાને મારી શકતો નથી, આત્મા બીજાને જીવાડી શકતો નથી. મારવું-જીવાડવું એ તો સૌ-સૌના આયુષ્યની વાત છે. એમ કરીને ગમે તે નિશ્ચયના જવાબો તૈયાર રાખ્યા હોય છે. એ સ્વચ્છંદને પોષે છે. ... તો પછી ક્યાં ચાલ્યો જાય .. થવાની સંભાવના ઘણી છે. શાસ્ત્ર વાંચીને જીવને સ્વચ્છેદ થવાની સંભાવના ઘણી છે. એ સ્વછંદપણું આવી જાય.
અતિપરિણામીપણું...” આવી જાય. અતિપરિણામીપણું એટલે જ્ઞાન થોડું અને મળ્યું છે ઝાઝું, પરિણમ્યું છે ઝાઝું એવું લાગવું. થોડું હોય અને વધારે માની લેવાય. મને ઘણું જ્ઞાન છે. હજી ઠેકાણું કાંઈ હોય નહિ. પણ મને ઘણું જ્ઞાન છે. આટલા વર્ષ સુધી અમે શાસ્ત્ર અભ્યાસ કર્યો. કેટલા? ૨૫-૨૫, ૫૦-૫૦ વર્ષ સુધી અમે આમાં છીએ. એને પોતાને જ્ઞાનીપણું છે, જ્ઞાન વર્તે છે, જ્ઞાન થયું છે. હું જાણું છું. એવું હોય એના કરતા વધારે પોતાની યોગ્યતાની કલ્પના કરવી, પોતાની યોગ્યતા હોય એના કરતા વધારે પોતાને પરિણમન થઈ ગયું છે એવી કલ્પના થવી એને અતિપરિણામીપણું કહે છે. એ આ શાસ્ત્ર વાંચ્યા પછી (દોષ ઉત્પન્ન થાય છે).