________________
પત્રાંક-૭૦૨
૧૬૭
જેને કેવળજ્ઞાન સુધીનું શુદ્ધ નિર્મળજ્ઞાન થયું છે એની વાતને સ્વીકારવી વધારે યોગ્ય લાગે છે. ભલે આ બધો વિષય અપ્રયોજનભૂત છે તોપણ સ્વીકારવાની અંદર પ્રયોજન ઊભું થાય છે. વાત અપ્રયોજન હોવા છતાં તમે પ્રમાણિક પુરુષને ન સ્વીકારો, નિર્દોષતાને ન સ્વીકારો અને અપ્રમાણિક પુરુષની વાતને સ્વીકારો તો તમારા સ્વીકારવા સંબંધીનું જે પ્રયોજન છે એ પ્રયોજન હાની પામે છે અથવા તમને એનો દોષ ઊભો થાય છે. એટલું વિચારવા યોગ્ય છે. એ ૭૦૧ પત્ર પૂરો થયો.
પત્રાંક-૭૦૨
રાળજ, શ્રાવણ વદ ૧૪, રિત, ૧૯૫૨
વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.
ભાઈશ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ.
ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી ઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઈ, અથવા તેમાં અંત૨પરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિક કે