________________
પત્રાંક-૭૦૩
૨૦૩ (કરવું). મુખ્ય માણસ હોય પછી પુત્ર હોય કે પિતા હોય કે ભાઈ હોય કે ગમે તે હોય, એને પોતાની જવાબદારી માટે ગમે તેમ કરીને એ જવાબદારી પૂરી કરવી જોઈએ. એ એનો ધર્મ છે અને એ એની ફરજ છે.
એવી રીતે આ લોકોમાં જે ચાર વર્ણાશ્રમ છે તો ક્ષત્રિયે લડાઈ કરવી એ એનો ધર્મ છે. લડાઈ લડવી એ એનો ધર્મ છે. એના વર્ણાશ્રમમાં એનો ધર્મ છે. એટલે મહાભારતના યુદ્ધમાં એ રીતે ઉપદેશ આપ્યો છે. શ્રીકૃષ્ણના મુખેથી એ વાત સંવાદમાં લીધી છે. કે તું ક્ષત્રિય છો અને લડાઈ કરવાનો તારો ધર્મ છે. (“અર્જુન કહે છે), પણ સામે મારા કાકા, દાદા, મામા એવા બધા ઊભા છે, ભાઈઓ ઊભા છે. દાદાના દીકરા બધા ભાઈઓ હતા. ધૃતરાષ્ટ્ર. તો કહે છે, ગમે તે ઊભો હોય. લડાઈની અંદર તો લડાઈ લડવી. સામે ગમે તે હોય. એ ક્ષત્રિયનો ધર્મ જ છે. અને પોતાનો ધર્મ પાળવો એ તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, શાસ્ત્રોક્ત વાત છે. અને શાસ્ત્રમાં જે વાત ચડી પછી એ લૌકિક દૃષ્ટિએ છે, અલૌકિક દષ્ટિએ છે એ વિચાર જૈનદર્શન સિવાય બીજા કોઈ દર્શનની અંદર એ પ્રકારનો વિવેક કર્યો હોય એમ જોવામાં આવતું નથી.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- લડાઈ કરવા જાય છે પણ એ એનો અલૌકિક દૃષ્ટિએ ધર્મ છે એ વાત નથી. એને એ પરિણામનો નિષેધ છે જો સમ્યગ્દષ્ટિ હોય તો. અને મિથ્યાદૃષ્ટિએ હોય તો સાતમી નારકીએ જાય. એનું બીજું ફળ ન આવે. આ ચોવીસીમાં બાર ચક્રવર્તી થયા. “ઋષભદેવ’ ભગવાનથી માંડીને “મહાવીર પર્વતમાં જે ત્રેસઠ ષલાકાપુરુષો દરેક ચોવીસીમાં થાય. એમાં બાર ચક્રવર્તીમાં બે મિથ્યાદૃષ્ટિ થયા અને દસ સમ્યગ્દષ્ટિ થયા. આ ચોવીસીમાં. “સભોમ” અને “બ્રહ્મદત્ત' ચક્રવર્તી બંને મિથ્યાદષ્ટિ થયા. સાતમી નારકીએ જાય. ચક્રવર્તી જો સમ્યગ્દર્શન સહિત ન હોય તો મરીને એને સાતમી નારકી સિવાય બીજું કોઈ સ્થાન નથી. કેમકે એને વધુમાં વધુ પાપ કરવાના યોગ છે. સંહાર કરવાના, ભોગઉપભોગના. બધા વધુમાં વધુ પાપ કરવાના પ્રકાર છે. એ સાતમી નારકીએ જ જાય. નિયમથી. ભલે છે એ મોક્ષગામી જીવ. ત્રેસઠ શલાકા એટલે મોક્ષગામી જીવ છે. પણ મોક્ષગામી જીવ છે માટે એને પાપ કરે તો