________________
પત્રાંક-૭૧૧
૩૫૯
માતાજીનું. શક્તિ તરીકે. પછી એના અનેક નામ પાડ્યા. અંબાજી, બહુચરાજી, ફલાણા, ઢીકણા. એ બધા પછી સેંકડો નામ પાડી દીધા. પણ એ શક્તિની ઉપાસના માને છે. અને ભગવાન શંકર પણ એની ઉપાસના કરતા. માટે એને જોડીને શિવશક્તિ એવું નામ આપે છે. આ જે શિવશક્તિ નામ છે એ એમ કે શંક૨ પોતે પણ અંબાજીને માનતા હતા. એમ કરીને એવી રીતે જોડ્યું છે. પણ એ પાછળથી નીકળ્યું હતું. બહુ જૂનો પુરાનો મત નથી એ. છેલ્લા કેટલાક સેંકડો વર્ષમાં ચાલુ થયેલો મત છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– ના.
...
મુમુક્ષુ :– ક્લેશમાં પડવાની ઇચ્છા...
પૂજ્ય ભાઈશ્રી :– એના કરતા શું છે કે મુમુક્ષુઓને એવી દોરવણી આપવા માગતા નથી. એમાં શું છે ? એમની બહુ ઊંડી દૃષ્ટિ છે. કે મુમુક્ષુની પાસે શક્તિ થોડી છે અને એ શક્તિનો દુર્વ્યય થોડો પણ ન થાય એટલા માટે એક તો એ પોતે દોરવવા માગતા નથી. બીજું સ્વતંત્રપણે તમે વિચાર કરીને નક્કી કરો. હું કહું એમ માનો એવી રીતે નહિ. તમે તો નક્કી કરો કે આમાં તમને શું ઠીક લાગે છે ?
બીજું કે એક હેતુ એમણે બહુ મુખ્ય પકડ્યો છે કે આત્મહિતને અનુકૂળ શું છે ? હવે જ્યારે ઋષભદેવ' ભગવાનની દિવ્યધ્વનિમાંથી અનેક મતમતાંતર ઉત્પન્ન થયા. તો દરેકે કો'ક ને કો'ક વાત લીધી છે. અને જે કોઈ વાત લીધી છે એ તો ભગવાને આત્મહિતાર્થે કહી છે. એટલે એ દોરવણી ક્યારેક કેવી આપે છે ? કે બધામાં જે સામાન્ય હોય એ તમે સ્વીકારો. જૈન અને બીજાનું સામાન્ય હોય એ સ્વીકારો. ફેર પડતું હોય એ એકકોર મૂકી દો. કેમકે તમારી શક્તિને ત્યાં રોકવા જશો તો તમે જે આત્મહિતનું લક્ષ છે એ છોડી દેશો.
એક દૃષ્ટાંત લેવા જેવું છે કે, એક દુકાનમાં મોટો વેપાર ચાલતો હોય અને મૂડીના પ્રમાણમાં વેપાર ઘણો હોય. માંડ માંડ મૂડી પહોંચે એવો વેપાર હોય. એટલે ધંધો ઘણો હોય પણ મૂડી એના પ્રમાણમાં ઓછી પડતી હોય. પછી ગમે તે Scale હોય. પછી લાખ રૂપિયાનું રોકાણ હોય કે દસ લાખનું રોકાણ હોય કે કરોડનું રોકાણ હોય. પણ ધંધો બહુ મોટો