________________
પત્રાંક-૦૩
સંબંધીના પ્રશ્નનો ઉત્તર છે.
પછી આગળ પાણીના ટીપાંની કોઈ વાત કરી છે કે, પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે,...' પાણીના એક ટીપાની અંદર અસંખ્ય જીવો છે એ વાત ખરી છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યા જે વડના ટેટા વગેરેનાં કારણો તેવાં કારણો તેમાં રહ્યા નથી....’ ઉ૫૨ જે વાત કરી છે એવી વાત નથી કે પાણી વગર પણ ચાલી જાય. વડના ટેટા વગર જીવન ચાલે પણ પાણી વગર જીવન ન ચાલે. એટલે કોઈ Cross question હશે કે જો વડના ટેટા ખાવાનો નિષેધ કરો છો તો પછી પાણીમાં પણ અસંખ્યાત જીવ છે. પાણી પણ છોડી દેવું જોઈએ. પાણીનો પણ ત્યાગ કરવો જોઈએ એમ લઈ લ્યો. તો એમ કહે છે કે એ વાત બરાબર નથી. એ વગેરે કારણો તેમાં, ઉપ૨ના કા૨ણો છે, આગળ વાત કરી એવા કા૨ણો એમાં રહ્યા નથી. તેથી તે અભક્ષ્ય કહ્યું નથી...' પાણીને અભક્ષ્ય કહ્યું નથી. ઓલામાં ઘણા જીવ છે તો પાણીમાં પણ ઘણા જીવ છે. છતાં પાણીને કેમ અભક્ષ્ય કેમ ન કહ્યું ? કે એના કારણોમાં અને એના કા૨ણોમાં ફેર છે.
મુમુક્ષુ :– ઓલામાં અનંત છે અને આમાં અસંખ્યાત છે.
૨૨૫
પૂજ્ય ભાઈશ્રી :– હા. અસંખ્યાત છે અને બીજું એના વગર ચાલી શકે એવું છે. આના વગર માણસોને ચાલે નહિ. પરિણામ બગડી જાય.
જો કે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી..’ અસંખ્યાત જીવોવાળું પાણી વાપરવાની આજ્ઞા છે એમ કહ્યું નથી. ઉકાળીને નિર્જીવ પાણી વાપરવાનો ઉપદેશ શાસ્ત્રની અંદર છે. એટલે એમાં પાછો અહિંસાનો અને નિર્દોષતાનો રસ્તો બતાવ્યો છે. અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે.’ અને તોપણ અમુક પાપ તો થાય. કેમકે એ તો પરદ્રવ્યની ઇચ્છામાત્ર પાપભાવ છે. પછી આહારની હોય કે પાણીની હોય છે. આગળના કાગળમાં...’ એટલે પત્રાંક ૭૦૧માં.
મુમુક્ષુ :– કેટલી ઝીણવટથી વાત કરી છે !
પૂજ્ય ભાઈશ્રી :– હા. એક એક વાતની ઝીણવટ ઘણી લે છે.
=
‘આગળના કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું