________________
પત્રાંક-૬૯૩
૬૯
એ આદિ...’ એ વગેરે... વગેરે... વગેરે... અનેક પ્રકારના દોષ ઉત્પન્ન થાય છે. એ દોષરૂપ ‘કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે;...' આત્મહિતમાં અગ્રેસર થવાને બદલે આત્મહિતમાં નુકસાન થાય, અહિત થાય એવું કારણ બને છે. અથવા જે ભૂમિકામાંથી ઉપર જવું જોઈએ તેવી ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી.’ ત્યાં ને ત્યાં પડ્યો રહે, વાંચ્યા કરે, સાંભળ્યા કરે, ત્યાં ને ત્યાં પડ્યો રહે. કોઈ સ્વચ્છંદી ન થાય અને પાછો ન જાય તો ત્યાં ને ત્યાં પડ્યો રહે. ઊર્ધ્વભૂમિકામાં ન આવે. કેમકે યથાર્થ રીતે એ જ્ઞાનને ગ્રહણ કરતો નથી. એ જ્ઞાનમાર્ગના સંભવિત કારણો છે. આદિની અંદર પછી કોઈ વ્યવહા૨ાભાસી થાય છે, કોઈ ઉભયાભાસી થાય છે. એના ભેદ-પ્રભેદ પણ ભિન્ન ભિન્ન જીવોમાં ભિન્ન પ્રકારના છે એ બધા લઈ લેવા. સંપ્રદાયબુદ્ધિ થાય, બીજું થાય, ત્રીજું થાય. અનેક પ્રકારના જ્ઞાનમાર્ગે દોષ છે. પછી ક્રિયામાર્ગ લીધો છે.
ક્રિયામાર્ગે અસઅભિમાન,...' આવે છે. અસદ્ એટલે પોતાના સ્વરૂપમાં અસત્—નથી. સત્ એટલે હોવું અને અસત્ એટલે ન હોવું. મન, વચન અને કાયાના પુદ્ગલો જીવના સ્વરૂપમાં નથી. એ જીવનું સ્વરૂપ નથી. છતાં એની ક્રિયાને જીવ પોતાની ક્રિયા માને છે. ઉપવાસ કર્યો અને શરીરમાં આહાર ન આવ્યો તો એ શરીરની અને આહારને નહિ આવવાની ક્રિયા બંનેને આત્માની ક્રિયા માને છે. અથવા બાહ્ય સંયમાદિ પાળે, વ્રતાદિ પાળે એને પણ એ આત્માની ક્રિયા માને છે. અસત્ અભિમાન. અસનું અભિમાન છે. મેં આટલું પાળ્યું. અસનું અભિમાન છે. મેં આટલું પાળ્યું. અત્યાર સુધીમાં એક હજાર ઉપવાસ પૂરા કર્યાં છે, એમ કહે. અને આટલી વખત તો જાત્રાઓ કરી છે.
ધર્મદાસજી ક્ષુલ્લકે’ લખ્યું છે કે હજારો મેં ઉપવાસ કર્યાં હતા અને સેંકડો વા૨ મેં સમ્મેદશિખરની યાત્રા કરી હતી. અને મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. એ લખે છે પાછું. જ્ઞાન થયા પછી એ વાત લખે છે કે મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. પછી દાન દે એને દાનની ક્રિયાનું અભિમાન ચડે. જે કાંઈ ક્રિયા કરે એનું અભિમાન તો ચડે. મને એનું ઘણું અભિમાન ચડ્યું હતું. એટલે એમના ગુરુએ કહ્યું કે તું આંધળો થઈ ગયો છો. કેવો થયો છે ? અભિમાનથી તું આંધળો થઈ ગયો છો. તારા સિદ્ધ