________________
પત્રાંક-૦૩
૨૦૯
-
પૂજ્ય ભાઈશ્રી :– એ તો એમ કહે કે એ બહુ સ્વાર્થી છે. પણ આ તો અમે તો ધર્મની વાત કરીએ છીએ. વેપાર તો સ્વાર્થનો, સંસારનો કેવળ વિષય છે. અમે તો ધર્મમાં કાંઈ વચ્ચે સંસાર નથી લાવતા, એમ કહે. માટે તમે કાંઈક અમારા કાર્યની કદર કરો કે અમે અમારું પોતાનું નુકસાન સહન કરીને, સ્વીકારીને પણ બીજાનું ભલું ક૨વા ઇચ્છીએ છીએ. અમારો પરમાર્થ કેટલો મોટો ગણવો અને કેટલી તમારે કિંમત કરવી જોઈએ. એમ લઈ જાય. દોષને ગુણમાં ખતવવાની એ અસ૨ળતા છે. દોષને ગુણમાં ખતવવાની અસ૨ળતા છે. એવા ઘણા પ્રકારો છે કે જેમાં ગુણને દોષ જોવે અને દોષને ગુણ જોવે. અસ૨ળતાને કા૨ણે. કેમકે તર્કને તો કાંઈ છેડો નથી અથવા કુતર્કને કાંઈ છેડો નથી. કુતર્કથી તો ગમે તે વાત કરી શકાય છે. મુમુક્ષુ :– ‘ગુરુદેવે’ ૪૫ વર્ષ અમારા ઉપર ઉપકાર કર્યો...
પૂજ્ય ભાઈશ્રી :- પણ પોતાનું સાધતા-સાધતા. પોતાની સાધના છોડીને નહિ. ‘ગુરુદેવ’ને એમ કહો કે, સાહેબ ! આપનો જે જ્ઞાન-ધ્યાનનો સમય છે એ બંધ કરીને અમારા ઉપદેશનો સમય વધારી ક્યો. તો હા પાડે ખરા ?
મુમુક્ષુ :– એક મિનિટ પણ બેસવા નહોતા દેતા.
પૂજ્ય ભાઈશ્રી :– ઊભા થઈ જાવ, એમ કહે. એમની Room માં એકાંતમાં જ્ઞાન-ધ્યાનમાં બેઠા હોય ને કોઈ વંદન કરવા આવે. બારણા ખુલ્લા રાખતા પાછા. બંધ બારણે નહોતા કરતા. બારણા બેય ખુલ્લા હોય. કોઈ જાય, દર્શન કરે. પણ એમને વિક્ષેપ પડતો હોય પોતાના જ્ઞાનધ્યાનમાં તો લાંબી ચર્ચા કરે કે બોલવું ન પડે એટલે હાથથી સંકેત કરી દે. અહીં બેસતા નહિ. વંદન કરી લીધા એટલે હવે અહીંથી વયા જાવ. એનો અર્થ શું થાય ? કે અમારું આત્મહિત પહેલું છે. પછી બીજાના આત્મહિતમાં નિમિત્ત થવાની વાત છે. કર્તા થવાની વાત તો છે જ નહિ.
જ્યારે અન્યમતમાં તો કર્તા થવાની વાત છે. નિમિત્ત થવાની વાત તો ત્યાં છે જ નહિ. ત્યાં તો કર્તા થવાની વાત છે કે અમે બીજાનું કરી દઈએ છીએ, બીજાનું ભલું કરી શકીએ છીએ. ત્યાં તો એ વાત છે. એટલે એ વાતમાં તો બહુ મોટો ફેર છે. સિદ્ધાંતિક રીતે બહુ મોટો ફેર છે. કર્તાપણું અને નિમિત્તપણું તદ્દન જુદી જુદી વાત છે. જે લોકોનો એકાંતે એવો