________________
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ હશે. મુમુક્ષુ એટલે નામધારી મુમુક્ષુ નહિ પણ ખરેખર જેને મોક્ષની ભાવના થઈ હશે, પૂર્ણ શુદ્ધિની ભાવના થઈ હશે, એ જ આ મૂળમાર્ગની વાત સમજશે. બાકી અમારા હેતુને કોઈ સમજી શકશે નહિ. આત્મકલ્યાણ શું ચીજ છે ? એકે એક વાતમાં આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ શું છે ? સીધો કે આડકતરો પણ માત્ર આત્મકલ્યાણનો જ દૃષ્ટિકોણ છે. એ વાત તો કોઈ મુમુક્ષુ હશે એ જ પામશે. બાકી પામશે નહિ.
?
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ઘ, જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ.' આ ત્રીજી કડીમાં એમણે મોક્ષમાર્ગનું સિદ્ધાંતિક સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, પ્રતિપાદન કર્યું છે કે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન એટલે આત્માની શ્રદ્ધા અને આત્મરમણતારૂપ, શુદ્ધ વીતરાગી પિરણામરૂપ ચારિત્ર તે ત્રણે એકપણે એટલે એકસાથે, એક કાળે એક જ શુદ્ધાત્માને અનુસરીને એક ભાવે ઉત્પન્ન થયેલા, એકબીજાથી વિરુદ્ધ પામતા નથી. શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય વિરોધમાં જાતો નથી. જે શ્રદ્ધા શુદ્ધાત્માને અનુસરે છે, જ્ઞાન એ જ શુદ્ધાત્મામાં ઉપયોગને દોરી જાય છે. એ જ શુદ્ધાત્મામાં રમણતા કરીને ચારિત્રની ઉત્પત્તિ થાય છે. ત્રણે અવિરુદ્ધપણે પ્રવર્તે છે, વિરોધાભાસીપણે પ્રવર્તતા નથી. એને જિનમાર્ગ કહે છે. એને નિજ માર્ગ કહો કે જિનમાર્ગ કહો. ૫૨માર્થથી એટલે વાસ્તવિકપણે સાચો-સત્ય નિશ્ચય જિનમાર્ગ આ છે એમ સિદ્ધાંતમાં જ્ઞાનીપુરુષોએ કહ્યું છે. બુધ એટલે જ્ઞાનીપુરુષો. સૂત્ર સિદ્ધાંતની અંદર, શાસ્ત્ર સિદ્ધાંતની અંદર જ્ઞાનીપુરુષોએ આ રીતે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કર્યું છે.
એ એમણે આ એક ત્રીજી કડીની અંદર ધર્મનું કહો, જિનમાર્ગનું કહો, નિશ્ચયમાર્ગનું, મૂળમાર્ગનું પ્રતિપાદન આ જગ્યાએ કર્યું છે. પછીની કડીઓમાં એમણે જ્ઞાન કોને કહેવું, દર્શન કોને કહેવું, ચારિત્ર કોને કહેવું, એ બધી વાત વિસ્તારથી કરી છે. વિશેષ કહેશે....
૩૯૪