________________
૧૨૬
રાજહૃદય ભાગ-૧૪ બરાબર નથી.
જેમકે એક માણસ વારંવાર અપરાધ કરીને ક્ષમા માગે તો આપણે શું કહીએ, ભાઈ ! અમારી બનાવટ શું કરવા કરો છો ? પાછો તું તો એનો એ કરે છે. એમ જ કહે ને ? એના કરતા ક્ષમા ન માગ તો સારું. એમ જ કહેવું પડે ને ? કે આવી રીતે પચ્ચીસ વાર તો ક્ષમા માગી. હજી પાછું એનું એ કરે છે. અને પાછો કહે કે હવે ક્ષમા માગુ છું. આ તે કઈ જાતની પદ્ધતિ? એણે એ કાર્ય ખરેખર ગંભીરતાથી અને અંતઃકરણથી કર્યું જ નથી. એમ છે. અંતઃકરણથી કરે તો ફેર પડે.
મુમુક્ષુ :- ઉપયોગ રાખે
પૂજ્ય ભાઈશ્રી :- હા, એણે ઉપયોગ રાખવો જ જોઈએ. તો જ એણે ક્ષમા માગી છે એ કાંઈક સ્થાન પામે છે. નહિતર એનું કોઈ સ્થાન નથી.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી – નહિ. નહિ. નહિપુરુષાર્થમાં લાગેલા છે. એ પોતે અંતર પુરુષાર્થમાં એટલા ચડી ગયા છે, એટલા મસ્તીમાં ચડી ગયા છે કે કોઈ પત્ર લખવાનું પણ એમને સૂઝે એવું નથી. ઓલાને પત્ર નથી મળતો એ અન્યાય થાય છે. કોઈ ઉત્તર નથી મળતો. તો કહે છે, હું ક્ષમા માગું છું, ભાઈ સાહેબ. મારી પરિસ્થિતિ કોઈક એવી થઈ ગઈ છે કે હું તમને પહોંચ પણ લખી શકતો નથી. એમ વાત છે.
એટલે એમ કહે છે કે, “અહો ! જ્ઞાનીપુરુષની આશય ગંભીરતા....” આવી રીતે બીજાને અન્યાય કરવામાં પણ એમનો ગંભીર આશય છે. ગંભીર આશય છે એટલે કે આત્મહિતનો આશય છે જે બીજાને દેખાતો નથી. ગંભીર માણસ હોય એનું પેટ ન કળાય. ભાઈ ! એની ગંભીરતા એવી છે કે એ શું વિચારતા હશે કહેવાય નહિ. આપણે એમનેમ અનુમાન બાંધો માં. એમનેમ ગમે તે વાત કરી ક્યો માં. માણસ ગંભીર છે એમ કહે
એમ “અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા...” એમ કહે છે. એ પત્ર ન લખે તો કોઈ ગંભીર આશય હોય છે. પત્ર લખે તોપણ એમાં કોઈ ગંભીર આશય હોય છે. એમ કહીને (કહે છે), “અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા,...” અહો ! જ્ઞાની પુરુષની “ધીરજ.' એમનું ધૈર્ય.