________________
૧૩૬
રાજહૃદય ભાગ–૧૪ પૂજ્ય ભાઈશ્રી :- એમ કહેવા માગે છે કે દ્રવ્યાનુયોગના જે સિદ્ધાંત શાસ્ત્રો છે એ પરમાગમોનો સ્વાધ્યાય પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં કરવો. એક (વાત). એટલે ભૂલ થાય તો એ તરત આપણું ધ્યાન ખેંચે. બીજું, પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં પણ કેવા પરિણામવાળાએ કરવો ? કે જેને દઢ ભક્તિ હોય અને દઢ વૈરાગ્ય હોય તો. અહીંયાં હજી દ્રવ્યાનુયોગ “સમયસાર'નું વાંચન-વ્યાખ્યાન પૂરું કરે અને ખાવામાં પાછી ધમાધમ હોય. એટલે જીવનની અંદર બીજે ક્યાંય ફેરફાર દેખાય નહિ. વૃત્તિ ક્યાંય મોળી પડે નહિ, કોઈ રસ મોળા પડે નહિ અને દ્રવ્યાનુયોગનું અધ્યયન કરે તો એ અધ્યયનમાં એને અનેક જગ્યાએ સ્વચ્છેદ થવાનો અવકાશ રહેલો છે. એ જીવને ઘણું નુકસાનકારક છે એમ કહેવું છે. એકદમ દઢ ભક્તિ અને વૈરાગ્ય જેવું સાધન, સરળતા જેવું સાધન હોય તો એને પ્રત્યક્ષ સત્સમાગમમાં દ્રવ્યાનુયોગને વિચારવો. નહિતર એણે વૈરાગ્ય ઉપશમના ગ્રંથો વિચારવા, આરંભ પરિગ્રહ ઘટે એવું વિચારવું એ પ્રકાર એમણે મુમુક્ષુને માટે શિખામણ આપીને દોરવણી આપી છે.
મુમુક્ષુ :- .... પ્રશ્ન થાય કે કેમ નથી થતું ? તો આ એનો જવાબ આવી ગયો?
પૂજ્ય ભાઈશ્રી – હા, આવી ગયો. ઘણા વર્ષથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ થયા પછી મુમુક્ષુઓને કેમ કાંઈ લાભ થતો નથી? એ લાભ નહિ થવાનું આ કારણ છે કે અવિધિએ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં વિધિની ખામી છે. એ રીતે જ્ઞાનપ્રાપ્તિ કદિ કોઈને થઈ નથી અને થતી પણ નથી.
શ્રી અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો....... એક પત્રમાં પૂછનારે બે પ્રશ્ન પૂછ્યા છે. તેમાં, પુદ્ગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો' એમ લખાયું છે, તેમ મૂળ નથી.” જ અને શું બે શબ્દ જુદા પાડ્યા છે. “કરવી જ શું...” એમ નથી. કરવી જશું જોઈએ, એમ કહે છે. લ્યો એમને કેટલો ખ્યાલ છે. નિર્મળજ્ઞાન છે ને એ આનું નામ છે. જ્ઞાનની નિર્મળતા છે. પણ તેમ મૂળ પદ નથી. ખરેખર પદ તો એમ છે કે, “પુગળઅનુભવત્યાગથી કરવી જસ પરતીત હો’...” એમાં શ પણ બદલાય છે. શકોરાને બદલે સગડીનો