________________
પત્રાંક-૬૯૩
૬૩
વાત લીધી છે. બીજી ક્રિયામાર્ગ. અનેક પ્રકારની મન-વચન-કાયાની ક્રિયા, બાહ્ય સંયમ, વ્રત, મહાવ્રત વગેરે જે કાંઈ છે એ બધા પ્રકા૨ને.. પછી પૂજા, ભક્તિ, યાત્રા એ બધું મન-વચન-કાયામાં આવી જાય છે. એને ક્રિયામાર્ગ કહ્યો છે. અને ત્રીજો ભક્તિનો માર્ગ. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ, એમ ત્રણ વાત અહીંયાં લીધી છે.
ખરેખર તો જ્યારે પોતાના સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન થાય છે ત્યારે સ્વરૂપમાં સ્થિર થવાની ઉપયોગની ક્રિયા થાય છે અને એ બંને સ્વરૂપની અભેદ ભક્તિપૂર્વક થાય છે. એમ ભક્તિ, જ્ઞાન અને ક્રિયા ત્રણે હંમેશા અધ્યાત્મમાર્ગમાં તો સાથે જ રહે છે, ક્યારેય જુદા રહેતા નથી. પણ જે ખરેખર માર્ગને સમજતા નથી એ માર્ગને જુદો પાડે છે કે અમારે તો જ્ઞાનમાર્ગ છે. અમે કાંઈ કોઈ ક્રિયા-બ્રિયામાં પડીએ નહિ. ક્રિયાકાંડમાં અમે પડીએ નહિ. અમે તો જ્ઞાનમાર્ગે ચાલનારા છીએ. એમ માનીને શાસ્ત્રજ્ઞાનની ધારણા, ગોખણપટ્ટી અને એ બધી શાસ્ત્રના વિષયોની વાતો ક૨વી, ચર્ચા ક૨વી, શ્રવણ કરવું, કથન કરવું એને જ્ઞાનમાર્ગ માની લે છે.
પેલા જે ક્રિયામાર્ગે ચડે છે એને તો કાંઈ ખબર નથી કે આત્મા શું અને અનાત્મા શું ? એ તો જે કાંઈ ક્રિયા થાય છે એને જ આત્મા માને છે, સર્વસ્વ માને છે. આત્મા માને છે એટલે સર્વસ્વ માને છે. અને એ તો આંખો મીંચીને ચાલે છે. ભક્તિમાર્ગની અંદ૨ એમણે થોડી બંને કરતા કાંઈક Mark આપ્યા છે. ભક્તિમાર્ગને Mark એટલા માટે આપ્યા છે કે પ્રથમ તો ઓઘે ભક્તિ થાય છે. પણ ઓઘભક્તિમાં આવેલા જીવને યથાર્થ ઓળખાણ કરવાનો અવસર મળે છે. માટે પ્રથમમાં પ્રથમ મુમુક્ષુજીવે એટલે કે મોક્ષમાર્ગથી અજાણ્યા જીવે, માર્ગથી અજાણ્યા જીવે ભક્તિમાર્ગે ચાલવું જોઈએ. ભક્તિમાર્ગ એટલે પદ ગાવા એ નહિ. કે રોજ બે-પાંચ પદ ગાઈ નાખે એટલે ભક્તિમાર્ગે ચાલ્યો એમ નહિ. પણ દેવ-ગુરુ-શાસ્ત્રસત્પુરુષનું બહુમાન કરવું, એમના પ્રત્યે બહુમાન થવું, બહુમાન હોવું એને ભક્તિમાર્ગ કહે છે.
મુમુક્ષુ :– જ્ઞાનમાર્ગે ... પૂજ્ય ભાઈશ્રી :એ તો આમાં લેશે કે જ્ઞાનમાર્ગે શું શું ગડબડ થાય છે. એ તો વિષય એમણે ખોલ્યો છે. ભલે સંક્ષેપમાં ખોલ્યો છે.