________________
O
રાજહૃદય ભાગ-૧૪ પરમાત્માના તું દર્શન કરતો નથી. એમાંથી વળી જાગી ગયા. પાત્રતા હતી (તો જાગી ગયા). પછી શું થયું કાંઈ હાથમાં આવ્યું નહિ. એટલી બધી ક્રિયાકાંડ (કરી). ક્ષુલ્લકદશા તો લઈ લીધી. પાંચમા ગુણસ્થાનની ઉત્કૃષ્ટદશા. ક્ષુલ્લક અને ઇલ્લક. બે ઉત્કૃષ્ટ પાંચમું ગુણસ્થાન કહેવાય. એની નીચે મધ્યમ અને એની નીચે જઘન્ય. એ ઉત્કૃષ્ટદશાનું અભિમાન આવે કે હું તો હવે પાંચમા ગુણસ્થાનવાળો. હવે તો હું સાધુ થવાને લાયક થયો. હજી તો ચોથું ગુણસ્થાન હોય અને કાં પહેલું હોય. ચોથું ન હોય તો પહેલું હોય. પણ એને માની લે તો ભૂલ થાય. ચોથાવાળા તો ભૂલ કરે નહિ. કાં પહેલું હોય અને કાં ગૃહીત હોય. ચોથું શું, કાં ગૃહીત હોય કાં પહેલું હોય), અને પહેલામાં પણ પાછું ગૃહીત હોય, એને ખબર ન હોય કે આ ગૃહીત છે. અગૃહીત પણ નથી. છૂટીને ગૃહીતમાં આવ્યો છે. કેમકે જે ગુણસ્થાન નથી એ માને એટલે ગૃહીત થઈ જાય. પાંચમું નથી અને પાંચમું માને એટલે ગૃહીત થઈ જાય. બાહ્ય ત્યાગથી માની લે તો ગૃહીત થાય. એવું અસઅભિમાન ઉત્પન્ન થાય છે).
વ્યવહારઆગ્રહ...” જે પ્રકારનો બાહ્ય વ્યવહાર છે એનો આગ્રહ એને હોય. સામાન્ય રીતે જે ક્રિયા પોતે કરતો હોય, પાળતો હોય એવી ક્રિયા બીજાએ પણ કરવી જોઈએ અને પાળવી જોઈએ એવો એને એક આગ્રહ થાય છે. આમ તો થવું જ જોઈએ. આમાં આટલું ન ચાલે, આટલો ફેરફાર ન થવો જોઈએ. વાતમાં કાંઈ માલ ન હોય. પણ એને એક નાના દોષને એટલો મોટો વજન આપીને કરી દે કે એમાં એનો આગ્રહ છે એ અછાનો ન રહે. એ આગ્રહ જે વ્યવહારનો આગ્રહ છે એને નિશ્ચય સ્વરૂપ પ્રત્યે વળવા નહિ દે, નિશ્ચય સ્વરૂપને સમજવા નહિ દે. નિશ્ચય સ્વરૂપ સમજવામાં આવશે તો એના ઉપર વજન નહિ આવે. જેને વ્યવહાર ઉપર આગ્રહ છે એને નિશ્ચય ઉપર વજન આવી શકે નહિ. એને વ્યવહાર ઉપરનું વજન છે, એને નિશ્ચયનું વજન આવે. વ્યવહારનું વજન તો ઉપાડી (ઉઠાવી) લેવાનું છે. એના બદલે ક્રિયામાર્ગે એનો આગ્રહ સેવાય જાય.
મુમુક્ષુ - ..
પૂજ્ય ભાઈશ્રી :- બરાબર છે. એક માણસ રોજ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે. એ બધી ક્રિયા કરે ને ? ઉપવાસ કરે, એકાસણા કરે કે