________________
રાજહૃદય ભાગ-૧૪
૧૧૬
ચોખ્ખી કરી છે.
પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી,...' એમને પણ પડવાના ભયંક૨ સ્થાનકો ઉદયમાન થયેલા. કેમકે બધા જીવોનો ભૂતકાળ તો અપરાધનો છે. જે જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે એ તમામે તમામ જીવોનો ભૂતકાળ તો અપરાધનો છે. અને એ અપરાધથી બંધાયેલું જે પૂર્વ પ્રારબ્ધ તે ઉદયમાન થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં જીવ નવો અપરાધ કરીને પાછો બંધાય છે. જ્યારે જેમણે સાવચેત થઈને, ચેતી જઈને, સાવધાન થઈને, સતર્ક થઈને એવા ભયંકર સ્થાનકોમાં પણ પોતાનું ‘સામર્થ્ય વિસ્તારી...’ પુરુષાર્થ. સામર્થ્ય એટલે પુરુષાર્થને પ્રગટ કરીને. એટલે પોતાના જ્ઞાનાનુભવમાં રહેવાની જે પકડ છે એમાં રહીને) .. ત્યાં કોઈ ઉદયનો, કોઈ પીડાનો, કોઈ સંયોગનો, કોઈ રાગનો પ્રવેશ નથી. કોઈ વિભાવનો, વિકારનો પ્રવેશ નથી. અવિકારી એવું જે મારું જ્ઞાનતત્ત્વ છે એ ત્રણે કાળે અવિકાર જ છે. ઉપયોગ તો શુદ્ધ જ છે એમ કહે છે. ૧૭૨માં ‘ગુરુદેવે’ તો બહુ ઘૂંટ્યું છે. એ પ્રકારે અંદરમાં સાવચેત રહીને.
‘તથારૂપ સામર્થ્ય વિસ્તારી...' તથારૂપ પુરુષાર્થને પોતાની તાકાતને પ્રગટ કરીને, એનો વિસ્તાર કરીને સિદ્ધિ સિદ્ધ કરી છે,...' એ જે સિદ્ધદશાને પામ્યા છે, એવી જે સિદ્ધાલયમાં પહોંચવાની સિદ્ધિ એ જેણે પ્રાપ્ત કરી છે, સિદ્ધ કરી છે એવા તેમના ‘તે પુરુષાર્થને સંભારી....' જુઓ ! એ નજર સામે છે. એ ભલે ભૂતકાળમાં થઈ ગયા પણ અમારા જ્ઞાનમાં એ નજર સામે છે. પ્રગટ એમને થયું છે ને ? એટલે તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.' એ પુરુષાર્થને સંભારતા તો અમને રોમાંચ ખડા થાય છે, અનંત આશ્ચર્ય ઊપજે છે, આશ્ચર્યથી અમારા રોમાંચ ઉલ્લાસિત થઈ જાય છે, અનંત આશ્ચર્ય ઊપજે છે અને એ કહેવા માટે વાણી મૌનપણાને ભજે છે. એ કહેવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી.
એમ કરીને આ સવા ત્રણ લીટીમાં જે મહાપુરુષો ભૂતકાળમાં સંસારસમુદ્રને તરી ગયા એમના પરાક્રમને જ્ઞાનમાં તાદ્દશ્ય કરીને, માત્ર વિચાર કરીને નહિ પણ તાદૃશ્ય કરીને, એ પુરુષાર્થને તાદશ્ય કરતા પોતાને પણ પુરુષાર્થનો આવિર્ભાવ થાય છે. જેમ ભૂતકાળમાં કોઈ પ્રસંગ