________________
૧૫૨
એને આયુષ્યનો પ્રકાર એવો જ ઉત્પન્ન થાય છે.
એમ જીવને નવા નવા દેહની પ્રાપ્તિ કેમ ? અને એનો મોક્ષ કેમ ? દેહથી મુક્તપણું કેમ થતું નથી ? નિર્વાણ કેમ થતો નથી ? જીવ દેહના સંયોગમાં રહીને એટલું દેહાધ્યાસપણું કરે છે... એટલું દેહાધ્યાસપણું કરે છે. એમાં ખાસ કરીને ખાવાપીવાના ઉદયકાળે વિશેષે કરીને દેહાધ્યાસપણું કરે છે. શાતા-અશાતાના ઉદયકાળે પણ વિશેષે કરીને દેહાધ્યાસપણું કરે છે. અને પરિણામસ્વરૂપે એને નવા દેહનો સંયોગ થાય એ રીતે એને નવું આયુષ્ય બંધાય છે.
રાજહૃદય ભાગ-૧૪
મુમુક્ષુ :- અમારે આમાંથી શું બોધ લેવો ?
=
પૂજ્ય ભાઈશ્રી :– માટે છે ને ? બીજી લીટીમાં એ જ કહ્યું છે. બે લીટી કહી છે. એક લીટીમાં બે વાકયો આપ્યા છે. એ બીજા વાક્યોમાં શું કરવું એ પણ કહી દીધું છે.
માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.' દેહથી ભિન્ન હું ચૈતન્યસ્વરૂપી આત્મા છું. મારું અસંગસ્વરૂપ છે, અસંગતત્ત્વ છે, દેહથી હું સ્પર્શાયેલો કે બંધાયેલો નથી. દેહાદિ કોઈ મારા નથી. દેહના સંયોગ કાળે પણ હું દેહ વિનાનો જ છું. એવી ભાવના રાખવી, એવી ભાવના ભાવવી, એવી ભાવના કરવી. ક્યાં સુધી ? કે એવી પરિણિત થાય ત્યાં સુધી. ભાવનાથી પરિણતિ બંધાય છે. એવી ભાવના કરવી કે જેથી દેહથી ભિન્ન ભાવના ભાવતા દેહનો ફરી સંયોગ ઉત્પન્ન ન થાય એટલે કે નિર્વાણપદ થાય એવો અવસર આવે. એ સીધી વાત છે.
મુમુક્ષુ :- માતાજી પરિણિત થઈ જવી જોઈએ (એમ જે કહે છે) એ પરિણિત આ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ આ વાત છે. એ તો ચર્ચામાં અવારનવા૨ કહેતા કે, મુમુક્ષુજીવને તો પિરણત થઈ જવી જોઈએ. પરિણિત થઈ જવી જોઈએ એટલે શું ? કે એટલો એ પોતાના સ્વરૂપને અભિન્ન ભાવે અને દેહાદિથી ભિન્નપણાને (ભાવે) કે એની એક પરિણિત ઊભી થઈ જાય. એટલે એટલો તીવ્ર રસ થાય અને દેહાદિ પ્રત્યેનો રસ એટલો મોળો પડી જાય, એટલો ઘટી જાય એમ કહેવું છે. ત્યારે પરિણિત થાય. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.’ અસંગભાવના કહો કે ભિન્ન