________________
૪૦૪
રાજહૃદય ભાગ-૧૪ વાંચવા, વિચારવા મોકલ્યું છે. પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે...” એ પુસ્તકમાં શું છે? “પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે... બધું એક જ બ્રહ્મ છે ને ? એટલે બધા જે પદાર્થો છે એ બધા બ્રહ્મસ્વરૂપે જ છે. એવો ઉપદેશ કર્યો છે તેથી.
તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી.” આ બધી ગડબડ છે એ ખ્યાલમાં છે એમ કહે છે. પુસ્તક પોતે પણ જોયું છે. તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં. તમે એનાથી ગભરાશો નહિ કે ગણપતિની સ્તુતિવાળું આવું પુસ્તક મને ક્યાં વાચવા મોકલ્યું? વેદાંતની પ્રધાનતાવાળું પુસ્તક મને કેમ વાચવા મોકલ્યું હશે ? એવો ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતાં,” વિકલ્પ પણ નહિ કરતા. જુઓ ! આ કેવી પરીક્ષા કરી છે !
જ્ઞાનીપુરુષ એમ કહે કે તું આમ કર એટલે આમ જ કરવાનું). પછી બીજો એમાં વિકલ્પ હોઈ શકે નહિ. ધોળે દિવસે એમ કહે કે આ ચાંદો છે. તો કબુલ. આમ જરા કઠણ પડે એવી વાત છે. પણ એમ કહેવામાં પણ એમને કાંઈક રહસ્ય હોય છે. એ સમજવા માટે ઉપયોગને લંબાવવો જોઈએ. ભલે અન્ય મતનું પુસ્તક છે, અન્ય મતનો ગ્રંથ છે અને એ વાંચવા આપે છે. તોપણ જેને વાંચવા આપે છે અને આત્મહિતના હેતુથી આપે છે, એ વાત એને લક્ષમાં આવવી જોઈએ. જોકે એમણે તો ફોડ પાડ્યો છે.
એ પ્રકારે ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતા, આત્માર્થ વિષેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે.' જુઓ ! આત્માર્થ સંબંધી જે ગ્રંથકર્તાએ વિચારો, આત્મકલ્યાણ સંબંધીના જે વિચારો છે એ વિચારો તમારે વિશેષે કરીને વિચારવા જેવા છે એમ કહે છે. એમણે એ જાતની કચાશ જોઈ છે. સામે મુમુક્ષુમાં એ જાતની કચાશ જોઈ છે તો એ સાહિત્ય એને મોકલે છે કે આ તમે જુઓ. એને આત્મહિતની કેવી લગની લાગી છે અને તમે કેવી રીતે વર્તી છો ? કરો સરખામણી હવે. એમ કહે છે. ભલે અન્ય મતમાં થયા. આ ખંભાતના મુમુક્ષુઓને કબીરપંથી સાધુ પાસે “ધર્મજ મોકલ્યા. ત્યાં એમ લખ્યું કે એની જે ઉદાસીનતા અને એનો જે વૈરાગ્ય છે એ તમારે અનુકરણીય છે. એનું