________________
પત્રાંક-૭૧૩
૩૬૯
હોય એમાંથી જ થાય છે. એવું અહીંયાં ગંભી૨ જે ધર્મનો વિષય છે એમાં એવું થવા લાગ્યું કે સામાન્ય વાતોની અંદર મતભેદ ઊભા થાય. અને દર્શનમોહનીનું આવરણ વધે એવી રીતે એનો આગ્રહ કરે.
આમાં શું થાય છે ? જેને ખોટો આગ્રહ કહેવાય. આત્માને નુકસાન થાય એ પ્રકારનો આગ્રહ કરે. સામાન્ય માણસ એમ કહે કે, ભાઈ ! આગ્રહ તો બેય પક્ષે છોડી દેવો જોઈએ. શું કહે ? આ થોડી વિચારવા વાત છે. આગ્રહ તો બેય પક્ષે છોડી દેવો જોઈએ. આગ્રહ જો બેય પક્ષ છોડી રે તો તો કાંઈ પ્રશ્ન નથી પણ એક પક્ષ છોડે. આગ્રહ છોડવા યોગ્ય છે એવું માનનાર એક પક્ષ છોડે એવી લગભગ પરિસ્થિતિ ઊભી થાય છે. કેમકે જે ખોટો આગ્રહ કરે છે એ કોઈ સમજીબુઝીને કોઈ અવાંતર હેતુથી કરતા હોય છે. ધર્મના ક્ષેત્રમાં માણસ ખોટો આગ્રહ ક્યારે કરે ? કે જે દર્શનમોહનીનું કારણ થાય, આત્માને આવરણ આવે એવું કા૨ણ થાય. તો એની સામે સાચી વાતનો આગ્રહ પણ છોડી દેવો જોઈએ. તો મતમતાંતર ન થાય એમ લાગે. એટલે ખોટાની પાછળ સાચાએ ઘસડાઈ જવું જોઈએ. એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. ફક્ત અંદરના ભેદ-પ્રભેદો એટલે કે મતમતાંતરો અને મતભેદો અને વિઘટન ન થાય એટલા માટે.
અહીંયાં એક પ્રશ્ન વિચારવા યોગ્ય છે કે સમાજનું સંગઠન અને સમાજનું વિઘટન. એવો એક જે પ્રશ્ન છે એ પ્રશ્નને કઈ રીતે વિચારવો ? કયા દૃષ્ટિકોણથી વિચારવો ? કે સત્યના આધારે સમાજનું સંગઠન-વિઘટન ગૌણ ક૨વું કે સમાજના સંગઠન-વિઘટનના આધારે સત્યનો ભોગ દઈ દેવો ? આ બે પ્રશ્ન આમાંથી ઊભા થાય છે. પછી બે હજાર વર્ષ પહેલાની વાત હોય કે અત્યારની વાત હોય. શું કરવું ? આ બે મુખ્ય વિષય છે.
એમાંથી જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિ ઊભી થઈ કે બે હજાર વર્ષ પહેલા જે ‘કુંદકુંદાચાર્ય’ થયા ત્યાંથી માંડીને અત્યાર સુધીના જેટલા ભાવલિંગી મુનિઓ, આચાર્યો થયા અને સત્પુરુષો થયા એ સત્યને વળગી રહ્યા છે. સંગઠન-વિઘટનને મુખ્ય કરીને વળગ્યા નથી. કેમકે એમ કરવા જાય તોપણ જે અસત્યને વળગે છે એ કયાં સુધી એને ખેંચી જાય એ કહેવું મુશ્કેલ પડે. કયાં સુધી વળગીને એની સાથે નીચે ઉતરી ઉતરીને