________________
પત્રાંક-૬૮૯
૩૧ મારાપણાની એમાં જે તમને મૂછ હતી. “તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે...” જે કાંઈ તમને ખેદ-શોક થાય છે એ આ કારણોને લીધે થાય છે. એવા કારણો હોય ત્યાં સુધી એ સંભવિત છે, થાય ખરો.
તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, બેયને એટલે કોને ? જાનારને પણ અને રહેનારને પણ. તમારા ખેદથી ગયો એને કાંઈ હિત થવાનું નથી અને તમને પણ હિત થવાનું નથી. ‘તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચારવિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, અસંગપણું. સંગ છે એ કહેવમાત્ર છે. જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે. જીવે છે પણ એકલો, પીડા ભોગવે છે એકલો. બધું એકલું જ થાય છે. નિર્વાણપદ સુધી ભિન્ન પદાર્થ હોવાથી બધું એકલું થવાનું છે.
એમ થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી..” તમારી વિચારશક્તિથી, તમારો વિચાર આ કાળે જોર ન કરે, બળવાન ન થઈ શકે તો જ્ઞાની પુરુષોના વચનામૃતનો આધાર લેજો, એમ કહે છે. “જ્ઞાનીપુરુષોના વચનામૃતથી, તથા સાધપરુષના આશ્રય...' એવા કોઈ સાધકજીવના ચરણમાં, એના શરણમાં, એના આશ્રયે જજો. અને એના સમાગમાદિથી અને વિરતિથી. એટલે ત્યાગ કરીને આસક્તિ છોડીને. વિરતિ એટલે સંસારના પદાર્થો પ્રત્યેના રસને છોડીને એ ખેદને ઉપશાંત કરવો.' એ શોકને ટાળી દેવો, એ શોક લંબાવવા જેવો નથી. જુઓ ! આને દિલાસા-પત્ર કહેવામાં આવે છે. આપણે ત્યાં દિલાસાનો પત્ર લખે છે ને ? ખરખરો જેને કહે છે. કાઠિયાવાડી ભાષામાં ખરખરો કહે છે. આ ખરખરો સાચો છે. આખો પરમાર્થનો વિષય નાખ્યો છે.
મુમુક્ષુ-પંચમ આરો કઠણ છે, ધર્મ કરશે એ સુખી થાશે
પૂજ્ય ભાઈશ્રી – હા. બસ ! રૂઢિગતપણે લખે ને ? એટલે કાગળ પણ કોનો આવ્યો છે એટલું જ જોવે. બાકી તો સમજે કે આ બધા એકસરખું લખે છે. એટલે એ કાંઈ વાંચવાનું જ ન હોય. કોનો આવ્યો અને કોનો ન આવ્યો એટલું જ જોવે. આ બધા રિવાજ થઈ ગયા ને ? આ કાંઈ રિવાજ નથી. આ તો જીવને દુઃખથી છોડાવી દે અને પરમાર્થના માર્ગે જાગૃત કરી દે.
મુમુક્ષુ - દિલાસાનો ખરો પત્ર આ છે.