________________
૮૦
રાજહૃદય ભાગ-૧૪ અનુક્રમે ના પાડી છે અને વેદાંતમાં હા પાડી છે. એટલે પહેલા ના લીધી. પ્રશ્નમાં એવી રીતે વાત હતી. તો ડુંગરભાઈએ એવો અભિપ્રાય આપ્યો કે એમાં નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાથી એ વાત છે. એવો સંભવ દેખાય છે. “એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે,” એટલે બહુ ઊંડા ઉતરતા એ વાત ઠીક લાગે છે. ડુંગરભાઈ” કેટલા ઊંડા ઉતર્યા હશે એ પછીની વાત છે. પણ ઊંડા ઉતરતા એ વાત કાંઈક ઠીક લાગે છે.
“અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનનો નિષેધ કર્યો છે;” અત્યારે કેવળજ્ઞાન થાય એવા શરીરના સંઘયણ દેખાતા નથી. તે પણ અપેક્ષિત છે. કેમકે તેમાં જે શ્રેણી માંડે છે એની અંદર જે સંઘયણ હોવું જોઈએ એ સંઘયણ ન હોય તોપણ એ પ્રકારે શ્રેણી માંડવામાં પરિણામ કામ કરતા નથી. એ નિમિત્તનૈમિત્તિક સંબંધ વાત છે. એટલે તો આ યોગની પ્રક્રિયા છે ને ? એ જૈનદર્શનમાં છે એનું કારણ એ છે. “જ્ઞાનાર્ણવની અંદર “શુભચંદ્રાચાર્યદેવે જે યોગની વાત લખી છે એમાં એ વાત છે કે, શરીરના પરિણામ અને આત્માના પરિણામ વચ્ચે કયા તબક્કે, કઈ પરિસ્થિતિમાં કેવી રીતે નિમિત્તનૈમિત્તિક સંબંધમાં સ્થિરતા અને અસ્થિરતા ઊભી થાય. એ વિષય ચાલ્યો છે. એ દૃષ્ટિકોણ છે એની અંદર. એનો અર્થ એ નથી કે સંઘયણ લાવ્યું લાવી શકાય છે. એવો એનો અર્થ નથી. પરિણામોનો કોઈ પૂર્વનો પ્રકાર જ એવો હોય છે કે જેને લઈને સંઘયણનો ફળસ્વરૂપે યોગ હોય છે. એટલે વાત છે. આ નથી આવતા? ઉલટા પરિણામની અંદર પણ સંઘયણ હોય છે ને ? સાતમી નરકે જાય છે કે નહિ ? એ સંઘયણવાળા હોય છે. એનો અર્થ તમે શું કરો છો ?
અર્થ એ કરવો જોઈએ કે તીવ્ર પરિણામ કે સારા પરિણામની અસર અને મન-વચન-કાયાના યોગના પુદ્ગલો એને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. જેમકે કોઈ માણસ થોડી ઉપાધિ કરે અને માંદો પડી જાય. કોઈ માણસ ઘણી ઉપાધિ કરે અને એને કાંઈ ન થાય. તો એના મન-વચન-કાયાના પુદ્ગલોમાં ફેર છે. આ તો તારતમ્યભેદે લઈએ તો. એ અહીંયાં પણ દેખાય કે, ભાઈ ! આટલી આ ચિંતા કરશે ને તો એ તો ડાયાબિટિસમાં જ વયો જાશે. ત્યારે એથી ત્રણ ગણી, દસ ગણી ચિંતા કરે છે એને કાંઈ થાતું નથી. તો એની એ જાતની Capacity છે. એ જીવના પરિણામ, જીવના