________________
૩૮૬
રાજહૃદય ભાગ-૧૪ કહેવામાં આવે છે. જાણે સદ્ગુરુ મળ્યા કે સર્વસ્વ મળી ગયું. એવી રીતે.
એવા કોઈ પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ.” તો આ બધી વાતો અધ્યાત્મદષ્ટિથી સમજવામાં આવે. નહિતર અધ્યાત્મદ્રષ્ટિથી ન સમજવામાં આવે. જાણકારી થઈ જાય કે લોકસંસ્થાન છે એમાં ત્રણ લોક છે, સોળ સ્વર્ગ છે, પાંચ અનુત્તર વિમાન છે, ફલાણું છે, ફલાણું છે. સાત નરકના પાસડા આવી રીતે છે. પછી મનુષ્યલોકમાં જંબુદ્વીપ અને આ બધા દ્વીપસમુદ્ર, દ્વીપસમુદ્ર થઈને બંગડીના આકારે અસંખ્ય છે, અસંખ્ય યોજન પ્રમાણ છે. બધા જાણવા મળી જાય, ઘડીયા ગોખાય જાય. અધ્યાત્મદષ્ટિ હાથમાં આવે નહિ. થોકડાના થોકડા ગોખી નાખે. અધ્યાત્મદૃષ્ટિથી કાંઈ સમજણ ન મળે.
મુમુક્ષુ – એમાં અધ્યાત્મ કઈ રીતે લેવું?
પૂજ્ય ભાઈશ્રી – એમાં અધ્યાત્મ એ રીતે છે કે લોકનો આકાર પણ પુરુષાકારે છે. અત્યારે મનુષ્ય પણ પુરુષાકારે છે. લોકાગ્રે જવું હોય તો આ મનુષ્ય ભવ જ એને, મનુષ્યનો જે પુરુષરૂપ ભવ છે એ એક જ એને લોકાગ્ર જવા માટે સાધન છે. આમ કેટલું ઘટાવે છે. એ તો ગૂઢ દૃષ્ટિથી બહુ ઘટાવે છે. એટલે તો ઘણી વાતો લે છે. “લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ?” તમને એનો કાંઈ અર્થ સમજાય છે કે શા માટે આ લોક પુરુષાકારે છે ? પુરુષ છે એ લોકની પાર થઈ જાય છે. જ્યારે પોતાના સ્વરૂપમાં નિમગ્ન થાય તો લોકની પાર થઈ જાય છે. એ સંસ્થાનની અંદર જે કાંઈ. જેટલા કોઈ સ્થાનો છે એ જીવના પરિણામોના ભોગ્ય સ્થાનો છે. જેવા જેવા પરિણામ જીવે કર્યા છે એને ભોગવવા માટેના એ સ્થાનો છે. એ કેટલા કેટલા પ્રકારના અપરાધો છે એ બધા અધ્યાત્મસ્થાનો ત્યાંથી સમજાય છે. એને અધ્યાત્મસ્થાનો કહ્યા છે. ચૌદ ગુણસ્થાન છે એ અધ્યાત્મસ્થાનો લીધા છે. એ બધો પ્રકાર એના ભેદપ્રભેદની અંદર અનેક રીતે જે જ્ઞાની પુરુષ છે એ અનેક રીતે ઘટાવીને સમજાવે છે કે આમાં અધ્યાત્મષ્ટિ શું છે?
મુમુક્ષુ :- આ કાળમાં પરમપુરુષ “ગુરુદેવશ્રીએ અધ્યાત્મ સમજાવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – હા. ઘણું સમજાવ્યું. ઘણી વાતો શાસ્ત્રમાંથી