________________
૯૬
રાજહૃદય ભાગ-૧૪ એની અંદર એમણે અનેક વાતો કરી છે. શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ “સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. એટલે એમણે વાંચ્યું છે તો ખબર છે કે ઠેકાણે ઠેકાણે આ વાત આવે છે.
“હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ “આત્મસ્વભાવ અથવા આત્મસ્વરૂપ થતો હોય તો ફરી “સ્વધર્મ સહિત ભક્તિ કરવી” એમ આવવાનું કારણ શું ?’ આત્મસ્વરૂપની સાથે સ્વધર્મમાં રહેવું. તો આત્મસ્વરૂપમાં તો પતી ગયું. સ્વધર્મ આવી ગયો. ફરીને સ્વધર્મ શબ્દનો શું કરવા પ્રયોગ કરવો પડે ? “એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે –' એ સ્વધર્મનો ખુલાસો પોતે આપે છે કે ત્યાં એ સહજાનંદજી શું કહેવા માગે છે. એમનો કહેવાનો શું અભિપ્રાય છે એ પોતે ચોખ્ખો કરે છે.
“સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં “સ્વધર્મ શબ્દનો અર્થ “વર્ણાશ્રમધર્મ છે. વર્ણાશ્રમ એટલે એ લોકોએ ચાર વર્ણ લીધા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ વર્ણાશ્રમના પોતપોતાના ધર્મમાં રહે તેને સ્વધર્મ કહ્યો છે, એમ કહેવું છે. જે બ્રાહ્માણાદિ વર્ષમાં દેહ ધારણ થયો હોય... અહીંયાં વર્ણ એટલે જાતિ. વર્ણનો અર્થ રંગ નહિ. વર્ણ એટલે જાતિ. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે વર્ણનો શ્રુતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણધર્મ છે... શ્રુતિ, સ્મૃતિ એટલે એ લોકોના શાસ્ત્રો. વેદાંતાદિમાં જે છે એને એ લોકો શ્રુતિ, સ્મૃતિ કહે છે. એમાં ચારેના ધર્મનું વર્ણન કરેલું છે કે બ્રાહ્મણોએ આવા કાર્યો કરવા, વૈશયોએ વેપારાદિના આવા કાર્યો કરવા, ક્ષત્રિયોએ આવા કાર્યો કરવા, ઢોએ સેવા વગેરેના આવા કાર્યો કરવા.
અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા કૃતિ, સ્મૃતિએ કહી છે...” આશ્રમ એટલે શું ? વર્ણ તો વર્ણ. એટલે ચાર વર્ણ લીધા. પણ આશ્રમ એટલે શું ? આશ્રમ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમ. એ ચાર આશ્રમ એ લોકોમાં શ્રુતિ, સ્મૃતિમાં કહ્યા છે. તે મર્યાદા સહિત તે તે આશ્રમમાં વર્તવું તે “આશ્રમધર્મ છે. એટલે એ વાત ઉંમર પ્રમાણે છે. આશ્રમધર્મની વાત