________________
પત્રાંક-૭૧૪
૩૮૧ થયા નથી. ત્યાં વૃત્તિનો ભ્રંશ થયો નથી. એવી એમની જે શક્તિ છે, સ્વાનુભવની શક્તિ છે અને સમ્યગ્દર્શનની શક્તિ છે એ વિશેષપણે જાણવા યોગ્ય છે. એટલે એ રીતે એનો અલંકાર કર્યો છે, એની શોભા બતાવી છે. એમનો અવગુણ નથી બતાવ્યો પણ એમનો ગુણ બતાવ્યો છે.
સામાન્ય રીતે ધર્મકથારૂપ ચારિત્રોમાં સમ્યગ્દષ્ટિના ચારિત્રો મુખ્યપણે બતાવવામાં આવે છે. ત્યાં એ બતાવવું છે કે આ પ્રકારની ચારિત્રમોહની સ્થિતિમાં પણ સમ્યગ્દર્શન છે એ ફરીને મિથ્યાદર્શનરૂપે થતું નથી. એ બદલાઈ જતું નથી, પલટાઈ જતું નથી, નાશ પામતું નથી. એવી એની શક્તિ કેટલી બધી વિશેષ છે એ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. કોઈપણ વસ્તુનો ત્યાગ ન હોય. અરે.! નવકાર મંત્ર બોલવાનો પણ જેને નિયમ ન હોય કે રોજ આપણે પંચ પરમેષ્ઠીનો નમસ્કાર મંત્ર તો એકવાર બોલવો. એટલો પણ જેણે નિયમ ન લીધો હોય. તિર્યંચને ક્યાં છે ? તેમ છતાં પણ અનેક પદાર્થોના ગ્રહણત્યાગમાં ઊભેલા દેખાવા છતાં પણ કામ, ક્રોધ, માયા, લોભ, માન એ બધાના પરિણામો બરાબર દેખાવા છતાં પણ સ્વાનુભૂતિ અને સમ્યગ્દર્શનથી એ બિલકુલ ફરતા નથી, પલટતા નથી. એવો એમનો ગુણ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. દોષ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોતો નથી પણ ગુણ બતાવવાનો ત્યાં અભિપ્રાય હોય છે. ત્યાં અવિરતપણું એ અવગુણવાચક નથી પણ ખરેખર ગુણવાચક છે. આ બધી સ્થિતિમાં પણ મોક્ષમાર્ગથી ચુત થયા વિના મોક્ષમાર્ગમાં બરાબર ચાલે છે.
ચિમૂર્તિ મનરથ પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો.” નિર્જરા અધિકાર. “કુંદકુંદાચાર્યદેવે એને ચિમૂર્તિ કહ્યો છે. અવિરત સમ્યગ્દષ્ટિને ત્યાં ચૈતન્યમૂર્તિ કહ્યો છે. વિદ્યારથારૂઢ. સમ્યજ્ઞાનના વિદ્યારૂપી રથની અંદર બેઠો બેઠો એ ચારે બાજુ લડે છે. ચારે બાજુ શત્રુઓ ઊભા છે, અંતરશત્રુઓ હજી ઊભા છે અને બાહ્યશત્રુઓ પણ ઊભા છે તો પણ એ જરાપણ ડગતો નથી. સરવાળે એ વિજય પામે છે અને નિર્જરા કરે છે. એમ કરીને એ વાતને ત્યાં ઊપસાવવી છે.
મુમુક્ષુ - ચારે અનુયોગમાં અધ્યાત્મ ભર્યું છે. પૂજ્ય ભાઈશ્રી – હા. ચારે અનુયોગમાં અધ્યાત્મ છે જ. ધર્મકથારૂપ