________________
રાજહૃદય ભાગ-૧૪
પૂજ્ય ભાઈશ્રી :– એવો પત્ર છે. બહુ સારો પત્ર છે. આ પત્ર છે અને બીજો પણ એવો એક પત્ર છે. બે પત્રો એવા છે. એક પત્ર ‘સોભાગભાઈ’નો તો છે જ. ભાઈ આમાં નોંધ કરે છે. એવા બે-ત્રણ પત્રો છે. એ ૬૮૯ (પત્ર પૂરો) થયો.
૩૨
પત્રાંક-૬૯૦
મુંબઈ, બીજા જેઠ સુદ ૨, શનિ, ૧૯૫૨
8
મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કાગળ પહોંચ્યો છે.
જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આશાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય; કેમકે તમારો નિયમ તથાપ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણવિશેષ છતાં પણ જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય.
સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવત્ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત ૧૯૫૨ના આસો માસની પૂર્ણતા સુધી કે સં.૧૯૫૩ના કાર્તિક સુદિ પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી.
શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ