________________
૧૮૧
પત્રાંક-૭૦૨
‘સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ?” જાગૃતિકાળનો એટલે સાવધાનીનો કાળ. જાગૃતિને અવતરણચિહ્ન કર્યું છે. જાગૃતિ એટલે માત્ર ઊંઘે ને જાગે એમ નહિ. પણ જે સાવધાની છે એ તમારી બધી સાવધાની ક્રિયાકાંડ ઉપર જ બધી થઈ ગઈ છે. એટલી સાવધાની ક્રિયાકાંડમાં જાગૃતિ રહે કે એમાં જરાક આઘું પાછું થઈ ગયું હોય તો આકુળતા.. આકુળતા. આકુળતા કરી બેસે. એય...! તમને આટલા વખતથી કહીએ છીએ. હજી આમનેમ થયા કરે છે. ઘરવાળા લોકો તો કાંઈ સમજતા જ નથી કે આમાં કેટલું અમારે જાળવવાનું હોય છે. એ રીતે જાગૃતિનો ઘણો કાળ સામાન્ય ઉપયોગ દીધો હોય તો એમાં ચાલે. કાંઈ વધારે ઉપયોગ દેવાની જરૂર નથી. પણ જીવ આખે આખો પૂરી જાગૃતિથી ત્યાં ચોંટી જાય. કોના અર્થે કરો છો ? કાંઈ વિચાર કર્યો કે આમાં શું આત્માને લાભ થયો?
તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? એનું ફળ શું? પરિણામ એટલે એનું ફળ શું? એનો કાંઈ વિચાર કર્યો ? અને તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ?’ અને એ બાજુનો તમને લક્ષ કેમ જાતું નથી ? એવો કેમ વિચાર કરતા નથી કે આનું ફળ શું? આ શા માટે હું કરું છું ? કોના માટે કરું છું? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે...” ક્યારેક ક્યારેક અગાઉ પણ તમને આ બાજુની પ્રેરણા કરવાની ઈચ્છા અમને થઈ સંભવે છે. પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી.” જોયું ? જ્યાં સુધી તમારી સ્થિતિ અમે કહીએ એ વાત સાંભળવું કે ધ્યાન દેવું એના ઉપર નહોતી ત્યાં સુધી તમને અમે વાત કહી નથી. ક્યારેક ક્યારેક ઇચ્છા તો થઈ છે કે આ ખોટે રસ્તે છે. એને સાચી દિશા બતાવીએ. વૃત્તિ પાછી ખેંચી લીધી હતી. તમને વાત નહોતી કરી. વાત કરવાનો વિચાર આવ્યો પણ વાત નહોતી કરી. કેમકે તમને લાભ થવાને બદલે કદાચ નુકસાન થાય. કે અરેરે ! મને આવું કહી દીધું. એટલે અમારા પરિણામ છે એ પાછા ખેંચાય ગયેલા.
મુમુક્ષુ - નહિ કહેવામાં પણ અનુકંપા છે. પૂજ્ય ભાઈશ્રી – નહિ કહેવામાં પણ અનુકંપા છે અને કહેવામાં