________________
૩૬૮
રાજહૃદય ભાગ–૧૪ એના શું કારણો છે? એમણે કેટલું ઊંડું વિચાર્યું છે !
દ્રવ્ય ધમસ્તિકાય, અધમસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાન; મહાવિદેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ ?” શું કહે છે ? ધર્માસ્તિકાયને સિદ્ધ કરવું હોય, અધર્માસ્તિકાયને સિદ્ધ કરવું હોય, આત્માના ક્ષેત્રને અને સંકોચવિકાસને સિદ્ધ કરવો હોય. મહાવિદેહક્ષેત્રની જે વ્યાખ્યા છે અને સિદ્ધ કરવી હોય, તે કાંઈ અપૂર્વ રીતે સિદ્ધ કરાય કે આ જે કહી છે, અત્યારે વર્તમાન આગમોમાં કહી છે એ જ રીતે જો સિદ્ધ કરવા જઈએ તો એના કોઈ બળવાન પ્રમાણસહિત સિદ્ધ કરી શકાય એમ છે ? સિદ્ધ કરવા યોગ્ય છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે.
એનો અર્થ એમ છે કે એમના જ્ઞાનમાં કોઈ એવી અપૂર્વ જ્ઞાનની પરિસ્થિતિ છે. એમાં એવું ભાસે છે કે વર્તમાન આગમોમાં જે કાંઈ આવી વાતો માટે નિરૂપણ છે એના કરતા પણ કોઈ અપૂર્વ રીતે એનું નિરૂપણ થઈ શકવા યોગ્ય છે અને એની સિદ્ધિ પણ થઈ શકવા યોગ્ય છે. એવું લાગે છે. એટલે એમણે એક પ્રશ્ન મૂક્યો કે એ બધું જે છે એ બધી વ્યાખ્યા એ કાંઈ અપર્વ રીતે સિદ્ધ થવા યોગ્ય છે કે કહેલી રીતે જ સિદ્ધ થવા યોગ્ય છે? બેમાં બળવાન પ્રમાણસહિત કેવી રીતે સિદ્ધ થવા યોગ્ય છે ? તો કહે છે, કોઈ અપૂર્વ રીતે બળવાન પ્રમાણ સહિત સિદ્ધ થવા યોગ્ય છે એવું એમને લાગ્યું છે. એમ પ્રશ્નમાંથી વિચાર આવે છે.
હવે બહુ સરસ વાત કરી છે. આ અત્યારે વિચારવા જેવો વિષય છે. એ આ છે. ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધન કરવું બહુ વિકટ છે.’ હવે શું છે કે જૈનદર્શનની અંદર પણ એકબીજા ગચ્છ. ગચ્છ એટલે ખાલી સાધુઓના ગચ્છ નહીં પણ જૂથબંધી જેને આપણે કહીએ છીએ. સાદી ચાલતી ભાષામાં શું કહીએ છીએ ? જૂથબંધી. એક ટોળું આ બાજુ હોય, બીજું ટોળુ આ બાજુ હોય, ત્રીજું ટોળું આ બાજુ હોય. હવે એની વચ્ચે મતમતાંતર હોય. એ મતમતાંતરની વાત સાવ નમાલી હોય, તદ્દન સાધારણ વાત હોય. Issue તો બહુ સામાન્ય હોય. જેમ ઘરમાં કંકાસ થાય ને? તો એક સામાન્ય વાત