________________
પત્રાંક-૭૧૪
૩૭૭ એટલે એ વચ્ચેનું જે પદ છે એ પદ જેનમાર્ગની ઉન્નતિ, તત્ત્વજ્ઞાનનો પ્રચાર એ માટે કાંઈક મધ્યમમાર્ગીય રસ્તાની દૃષ્ટિએ વિચારતા ઠીક લાગે છે. ત્રણેનો વિચાર કરવામાં આવે તો. કેમકે અવિરત સમ્યગ્દષ્ટિ છે એની કોઈ બાહ્યત્યાગની દશા નહિ હોવાથી પરિપૂર્ણ વીતરાગતાની શ્રેણીરૂપ જે માર્ગ છે, જે શ્રેણીએ પરિપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય એવો ઉપદેશ દેવામાં વિરોધાભાસી પ્રકાર સામાન્ય જનસમાજમાં ઉત્પન્ન થવાની સંભાવના વિશેષ છે. જ્યારે કેટલોક ત્યાગ હોવાથી, ચોથા ગુણસ્થાનથી વીતરાગતા પણ વિશેષ હોવાથી એ સામાન્ય જનસમાજ ઉપર પણ એક સારી છાપ ઊપજાવી શકે છે. અને એ જનસમાજને વિશેષ પ્રમાણમાં સમયનો અવકાશ આપી શકે છે. એટલે એ પદ કાંઈક ઠીક લાગે છે. આગળ ઉપર ક્યાંક એમણે એવો વિચાર પણ કર્યો છે. જો માર્ગની ઉન્નતિ કરવી તો આ સ્થિતિએ રહીને ઉન્નતિ કરવી. પછી સાધુદશામાં તો એકલું આત્મસાધન કરવા નીકળી પડ્યા છે, કેવળજ્ઞાન લેવા નીકળી પડ્યા છે. એને બીજું કાંઈ વિકલ્પ ઉઠાવવો એ ફાવતો નથી. એ માર્ગની ઉન્નતિ સંબંધીના સામાન્ય વિચાર છે.
પત્રાંક-૭૧૪
સં. ૧૯૫૨ ૩૪ જિનાય નમઃ ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે.
ચક્રવર્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે.
-સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે.