________________
પત્રાંક-૬૯૩
૭૧
આયંબિલ કરે કે અનેક પ્રકારની ક્રિયા કરે. પછી એ ક્રિયાની અંદર જરાય આછું-પાછું ન થવું જોઈએ. બરાબર થવું જોઈએ. જે પ્રમાણે એણે નક્કી કર્યું હોય એમાં જરાક આછું-પાછું થાય એટલે એના પિરણામમાં મોટી ગડબડ થાય. આકુળતા થઈ જાય. કેમકે ઉપવાસ કર્યાં પછી ઘણા ગુસ્સો કરે છે ને ? હવે દુ:ખ તો ભૂખનું હોય છે. દીવાની દાઝ નાખે કોડિયા ઉપ૨. અને પછી કચાંક વાંકું પડે એટલે પિરણામ એકદમ તીવ્ર કષાયવાળા થઈ
જાય.
હવે નિશ્ચય એ છે કે પરિણામ સુધા૨વા એ નિશ્ચય છે. પણ એનું લક્ષ નિશ્ચય ઉ૫૨ નથી. એનું લક્ષ પેલા વ્યવહાર અને ક્રિયાના આગ્રહ ઉ૫૨ છે. કે એમાં કાંઈક આવું-પાછું થઈ ગયું તો ખલાસ. મોટી ગડબડ થઈ જાય. પરિણામ બગાડવાના નહોતાને ? એ તો એને ખબર જ નથી. એટલે વ્યવહારના વિષયમાં મુખ્યપણે મન-વચન-કાયા અને પદ્રવ્યનો વિષય છે. નિશ્ચયમાં સ્વદ્રવ્યનો વિષય છે. આગ્રહ એટલે વજન જાય ત્યારે એને સ્વદ્રવ્ય ઉપર લક્ષ ન જાય, સ્વદ્રવ્ય ઉપર વજન ન જાય. એને લક્ષ ક્રિયાનું જ રહ્યા કરે. આમાં કાંઈ ફેરફાર ન થવો જોઈએ. એવી ચિકાશથી ક્રિયા કરે. લ્યોને, આ દિગંબર લોકોમાં છે.
પરિણામ બગડ્યા એ એને ખબર ન પડે. એવા રાગમાં મારા પરિણામ ચિકણા થઈને બગડી ગયા એ એને ખબર ન પડે. ક્રિયા તો પરિણામ સુધારવા માટે હતી. ક્રિયા કરતા કરતા બગાડ્યા, એનું શું કરીશ ? તને ક્રિયા ઓછી-વત્તી થાય એનો દોષ નહિ લાગે, તારા પરિણામ થાય એનો દોષ લાગશે. તો પરિણામની અંદર અશાંતિ ન થાય અને શાંતિ રહે, એ તો મુખ્ય વાત હોવી જોઈએ. એના ઉપર તો લક્ષ જ ન રહે. જેને પરપદાર્થના પરિણામ ઉપર આવું લક્ષ રહે એને સ્વપદાર્થનું લક્ષ રહે જ નહિ. આ એક બહુ સ્વભાવિક પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. સહેજે સહેજે.
..
મુમુક્ષુ :- નિશ્ચયની વાત છે. ને વ્યવહા૨થી મોક્ષ થાય એવી...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે શું છે કે પોતાના પરિણામ જે છે એને સુધારતા ગુણસ્થાન અનુસાર, ભૂમિકા અનુસાર જે યોગ્ય વ્યવહારના પરિણામ થાય, સહેજે યોગ્યપણે થાય. કાલે ચર્ચામાં એક વિષય આવ્યો