________________
પત્રાંક-૬૯૦
હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્યમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.
જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ; વારંવાર જીવ આ વાત વીસરી જાય છે; અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી.
૩૩
શ્રી સુંદરલાલની ગતિ વિષેનો પ્રશ્ન વાંચ્યો છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિષે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી.
(પત્રાંક) ૬૯૦. ‘મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.’ એ ‘ખંભાત’ના એક બીજા ભાઈ–મુમુક્ષુ છે એને પત્ર લખેલો છે. ‘કાગળ પહોંચ્યો છે. જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય;...' આગાર એટલે છૂટછાટ. આગાર એટલે છૂટછાટ. છૂટછાટ એટલે શું છે કે, આવો રોગ થાય તો આટલી છૂટ. આ દવા વગેરે લેવામાં. એવી કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો એ પ્રતિજ્ઞા નહિ પાળવામાં જે છૂટછાટ લેવી એને આગાર કહેવામાં આવે છે. ગ્રહણ કરવું તે. અણગાર એટલે ત્યાગ. અણગાર અને આગાર. જૈનશાસ્ત્રના પારિભાષિક શબ્દો છે. અન્ય શાસ્ત્રોમાં નથી. જૈનશાસ્ત્રોના પારિભાષિક શબ્દો છે. જૈનપરિભાષા જેને કહીએ. કે તમને જે આગાર હતો. પહેલેથી એ વાત કોઈ એવી રીતે વિચારી લે કે આવો રોગ થાય તો અહીંયાં છૂટ રાખવી. તો તે આગાર ગ્રહણ કરવામાં એટલે એવી છૂટછાટ લેવામાં આજ્ઞાનો અથવા પ્રતિજ્ઞાનો ભંગ નથી અથવા અતિક્રમણ નથી, નહિ થાય.